For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જાન્યુઆરીથી બદલાઈ જશે ઘણા નિયમો, જાણી લો! ફાયદામાં રહેશોfrom gst to bank This rule will change from 1st Janu

આ ફેરફારોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, GSTનું ઈ-ઈનવોઈસિંગ, હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ્સ અને CNG-PNG કિંમતોનો સમાવેશ થાય છે. આ તમામ ફેરફારો 1 જાન્યુઆરી 2023થી અમલમાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

2022 હવે વિદાય રહ્યું છે. 31 ડિસેમ્બરના રોજ મહિના સાથે સાથે વર્ષ પણ વિદાય લેશે. આવા સમયે ઘણા નિયમો અને વસ્તુઓમાં ફેરફાર થશે, જેના વિશે આપણે જાણી લેવું જોઇએ. આ વસ્તુઓની સીધી અસર તમારા ખીસ્સા અને જીવન પર પડે છે.

GST

આવા સમયે તમારે જાણી લેવું જોઇએ કે, આ ફેરફાર શું છે અને તેની અસર શું થશે ? આ ફેરફારોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, GSTનું ઈ-ઈનવોઈસિંગ, ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ્સ અને CNG-PNG કિંમતોનો સમાવેશ થાય છે. આ તમામ ફેરફારો જાન્યુઆરી 2023ની પહેલી તારીખથી અમલમાં આવી રહ્યા છે.

બેંક લોકરના નવા નિયમો

બેંક લોકરના નવા નિયમો

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા બેંક લોકરના નવા નિયમો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે. તેમના અમલીકરણ બાદ બેંકોલોકર્સને લઈને મનસ્વી રીતે કંઈ કરી શકશે નહીં. તેમજ જો લોકરમાં રાખવામાં આવેલા સામાનને કોઈ નુકસાન થશે, તો તેની જવાબદારીબેંકની રહેશે.

આ સાથે જો તમારી પાસે બેંક લોકર છે, તો તમારે 31 ડિસેમ્બર સુધીમાં બેંક સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે.આ માટે બેંકો ગ્રાહકોને એસએમએસ અને અન્ય માધ્યમથી નિયમોમાં ફેરફાર વિશે માહિતગાર કરી રહી છે.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

જો તમે બિલ પેમેન્ટ અને શોપિંગ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ ફેરફાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

મીડિયારિપોર્ટ્સ અનુસાર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટની પોલિસી કેટલીક બેંકો બદલી શકે છે.

આવી સ્થિતિમાં તમારા માટે 31ડિસેમ્બર પહેલા ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવું મહત્વપૂર્ણ છે.

GST ઈ-ઈનવોઈસિંગ

GST ઈ-ઈનવોઈસિંગ

GST ઈ-ઈનવોઈસિંગ અથવા ઈલેક્ટ્રોનિક બિલ અંગે પણ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 જાન્યુઆરી, 2023 થી ઇ-ઇનવોઇસિંગજનરેટ કરવાની મર્યાદા 20 કરોડ રૂપિયાથી ઘટાડીને 5 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

આનો અર્થ એ થયો કે, હવે પાંચથી વધુનોવ્યવસાય કરતા ઉદ્યોગસાહસિકોએ GST પોર્ટલ પરથી ઈલેક્ટ્રોનિક બિલ જનરેટ કરવાના રહેશે.

હાઇ સિક્યોરીટી નંબર પ્લેટ

હાઇ સિક્યોરીટી નંબર પ્લેટ

31 ડિસેમ્બર, 2022 દેશના ઘણા રાજ્યોમાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ લગાવવાની છેલ્લી તારીખ છે. જો તમે આ તારીખ પહેલા તમારા વાહનપર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ઈન્સ્ટોલ ન કરાવો, તો તમને ચલણ થઈ શકે છે. જોકે, રાજ્ય સરકારો દ્વારા આ માટેની તારીખ ઘણી વખતલંબાવવામાં આવી છે.

LPG કિંમત

LPG કિંમત

દેશમાં દર મહિનાની શરૂઆતમાં એલપીજીના ભાવમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરી, 2023 ના રોજએલપીજીના ભાવમાં ફેરફાર થઇ શકે છે.

English summary
from gst to bank This rule will change from 1st January
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X