For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિયોની ઇલાઇફ એસ 5.5: વિશ્વનો સૌથી પાતળો સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

ચાઇનીઝ સ્માર્ટફોન હંમેશાથી ભારતીય ઉપભોક્તાઓની પસંદ રહ્યું છે, બસ અંતર એ છે કે પહેલાં ચાઇનીઝ સ્માર્ટફોન એક ખાસ તબકાની ઓળખ હતા, પરંતુ શું તમે જાણો છો કે કદાચ જ કોઇ એવો સ્માર્ટફોન હશે, જેમાં ચીનના પાર્ટ લાગેલા ના હોય.

અત્યારે અમે વાત કરી રહ્યાં છીએ ચાઇનીઝ સ્માર્ટફોનની, હાલના સમયે ચીનની અનેક મોટી-મોટી કંપનીઓ ભારતમાં પોતાના હેંડસેટ ઉતારવામાં લાગેલી છે, તેમાની એક છે, જિયોની, જેણે વિશ્વનો સૌથી પાતળો સ્માર્ટફોન ઇ લાઇફ એસ 5.5 ઇન્ડિયન બજારમાં લોન્ચ કર્યો છે. અમે તમને જણાવી દઇએ કે ચીનની પ્રીમિયમ સ્માર્ટફોન કંપની છે, જિયોનીનો ઇ લાઇફ એસ 5.5 સ્માર્ટફોન 22,999 રૂપિયામાં લોન્ચ કરવાનો છું. તો ચાલો તસવીરો થકી જોઇએ આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સને.

કેવો દેખાય છે

કેવો દેખાય છે

જિયોની ઇલાઇફ એસ 5.5નો લૂક દેખાવે ઘણો જ પ્રોફેશનલ છે, તેનો કિનારો ઘણો સ્લિમ છે, 135 ગ્રામના ઇ લાઇફ એસ 5.5ને એક હાથે સહેલાયથી ઓપરેટ કરી શકાય છે. ફોનમાં એક કિનારે વોલ્યુમ કંટ્રોલ તો બીજા કિનારે માઇક્રોસિમ સ્લોટ આપવામાં આવ્યો છે. ફોનની નીચે યુએસબી પોર્ટ અને ઉપરની તરફ 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યું છે.

સ્ક્રીન

સ્ક્રીન

ઇલાઇફ એસ 5.5માં 5 ઇંચની ફૂલ એચડી એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. જે 441 પિક્સલ પર ઇંચ સપોર્ટ કરે છે. જિયોનીની સ્ક્રીન અને સેમસંગ ગેલેક્સી એસ 4ની સ્ક્રીન ઘણી જ મળતી આવે છે.

કેમેરા

કેમેરા

ઇ લાઇફ એસ 5.5 13 મેગા પિક્સલ ઓટો ફોકસ કેમેરા અને લિડ ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. વીડિયો કોલ માટે 5.0 મેગા પિક્સલ ઓટો ફોકસ ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં આપવામાં આવેલા કેમેરામાં 95 ડિગ્રી અલ્ટ્રા વાઇડ એંગલની મદદથી ગ્રૃપ સેલ્ફી સહેલાયથી લઇ શકાય છે. ફોનમાં અનેક કેમેરા સેટિંગ આપવામાં આવ્યા છે, જેમાં તમે રિઝોલ્યુશન બદલવાથી લઇને ફિલ્ટર, એક્સપોઝર, આઇએસઓ પણ બદલી શકો છો.

બેટરી

બેટરી

ઇ લાઇફ એસ 5.5માં 2300 એમએએચની નોન રિમૂવલ બેટરી લાગેલી છે, જેથી ફોન પણ પાતળો થઇ જાય છે. ત્યાં સુધી કે હેડફોન જેકની સાઇઝ પણ ફોનના કિનારાની સાઇઝની બરોબર છે.

ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર

ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર

ઇ લાઇફ એસ 5.5માં 1.7 ગીગાહર્ટ્ઝનું ઓક્ટાકોર પ્રોસેસર અને સાથે 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. એન્ડ્રોઇડ 4.2 ઓએસ પર રન કરતા જિયોની એસ 5.5માં જાવા સપોર્ટ સાથે શાનદાર યુઆઇ આપવામાં આવ્યું છે.

English summary
gionee elife s 5.5 hands on first look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X