સોનું કરી રહ્યું છે સૌને આકર્ષિત, પહોંચ્યું 25 હજાર નજીક

હાલની ત્રિમાસી સોના માટે 45 વર્ષના સૌથી ખરાબ ત્રિમાસી સાબિત થઇ છે. જ્યારે આ વર્ષ દરમિયાન સોનાના ભાવ લગભગ 30 ટકા સુધી તૂટી ચૂક્યો છે. માત્ર આ મહિનામાં જ સોના ના ભાવમાં લગભગ 15 ટકાની પડતી આવી ચૂકી છે.
આ પડતીની અસર ઘરેલું કારોબાર પર પણ પડી છે અને એમસીએક્સ પર સોનું 25,000 રુપિયાની ખૂબ જ નજીક આવી ગયું છે. નોંધનીય વાત એ છે કે ડોલરની કિંમત હજી 60 રૂપિયાની પાસે છે. આ ઉપરાંત ઘરેલું બજારમાં સોનાના ભાવમાં દબાણ વધેલું છે.
જોકે એમસીએક્સ પર ચાંદી 0.75 ટકા ચડીને 39,000 રૂપિયા પર કારોબાર કરી રહી છે. આજે સોનાનો ભાવ 25,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જે ગઇકાલ કરતા ખૂબ સસ્તુ છે.












Click it and Unblock the Notifications
