
Gold Price : સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો આજનો ભાવ
Gold Price : સોનાની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવ સતત વધારો થયો છે. આજે સોનાનો ભાવ 56700 પ્રતિ 10 ગ્રામને પાર થઇ ગયો છે. જ્યારે ચાંદીના ભાવ 68700 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

મોંઘા થયા સોનું અને ચાંદી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે 0.15 ટકાના વધારા સાથે 56,745 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે. આ સિવાય ચાંદી પણ 0.36 ટકાના વધારા સાથે 68793 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહી છે.

વૈશ્વિક બજારમાં પણ મોંઘુ થયું છે સોનું
વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાની કિંમત 0.3 ટકા વધીને 1,932.12 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા બાદ પીળી ધાતુના ભાવમાં પણ વધારો થયો છે. બીજી તરફ અન્ય કિંમતી ધાતુઓની વાત કરીએ તો ચાંદી 0.4 ટકા વધીને 24.04 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

તમારા શહેરના ભાવ જાણો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે, જે નંબર પરથી તમે કોલ કરશો.

સોનું ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે, તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.