For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold-Silver Rate: ઓલ ટાઈમ હાઈથી 7000 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો ચાંદીના હાલ

Gold-Silver Rate: ઓલ ટાઈમ હાઈથી 7000 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો ચાંદીના હાલ

|
Google Oneindia Gujarati News

Gold-Silver Rate Weekly Review: સોના-ચાંદીની કિંમતમાં આ અઠવાડિયે તેજી જોવા મળી. ડિસેમ્બરમાં લગ્નની સીઝનને પગલે સોનાની માંગમા તેજી જોવા મળી. સોનાની કિંમતમાં આવેલી આ તેજીને પગલે સોનાની કિંમતમાં સુધારો જોવા મળ્યો અને સોનું તેજી સાથે આ અઠવાડિયે કાયમ રહ્યું, જો કે સોનાની કિંમત હજી પણ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 7000 રૂપિયા નીચે જ છે. જ્યારે નવેમ્બરના મુકાબલે ડિસેમ્બરના પહેલા અઠવાડિયે સોનાની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે.

આ અઠવાડિયે કેવા છે સોનાના ભાવ

આ અઠવાડિયે કેવા છે સોનાના ભાવ

નવેમ્બરના મુકાબલે આ અઠવાડિયે સોનાની કિંમતમાં સુધારો જોવા મળ્યો. સોનાની કિંમતમાં નવેમ્બરના મુકાબલે ડિસેમ્બરના પહેલા અઠવાડિયે તેજી જોવા મળી, પરંતુ આ સુધારાથી પણ સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ રેટથી 7000 રૂપિયા સસ્તું રહ્યું. ડિસેમ્બરના પહેલા અઠવાડિયે સોનાની કિંમતમાં 487 રૂપિયાનો સુધારો થયો. જ્યારે ચાંદીની કિંમતમાં ફરી એકવાર ચમક જોવા મળી. ડિસેમ્બરના પહેલા અઠવાડિયે ચાંદીની કિંમતમાં 2995 રૂપિયાની તેજી આવી, પરંતુ જ્યાં સોનું પોતાના રેકોર્ડ સ્તરથી 7000 રૂપિયા ગગળ્યું હતું ત્યારે ચાંદીની કિંમત રેકોર્ડ હાઈ રેટથી 12944 રૂપિયા નીચે ગગળી ગયું.

એક નજર સોનાના આ અઠવાડિયાના રેટ પર

એક નજર સોનાના આ અઠવાડિયાના રેટ પર

ડિસેમ્બરમાં પાછલા એક અઠવાડિયામાં સોનાની કિંમતની ઉતર ચડાવ પર નજર નાખીએ તો 1 ડિસેમ્બરે સોનાની કિંમત 48592 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી, જ્યારે 2 ડિસેમ્બરે સોનું સુધારા સાથે 49170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. 3 ડિસેમ્બરે સોનામાં સુધારો જોવા મળ્યો અને 24 કેરેટ શુદ્ધતા વાળા સોનાની કિંમત 49432 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. જ્યારે 4 ડિસેમ્બરે સોનાની કિંમત મામૂલી ગિરાવટ સાથે 49316 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહી.

7 ઓગસ્ટે પોતાના ઉચ્ચતમ સ્તરે હતું સોનું

7 ઓગસ્ટે પોતાના ઉચ્ચતમ સ્તરે હતું સોનું

સોનાના ઓલ ટાઈમ હાઈ રેટની વાત કરીએ તો 7 ઓગસ્ટે સોનાની કિંમત પોતાના ઉચ્ચતમ સ્તરે હતા. સોનાના ભાવ 7 ઓગસ્ટે 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયા હતા. આ કિંમત સોનાના ઓલ ટાઈમ હાઈ રેટ છે. જ્યારે ચાંદીની કિંમતની વાત કરીએ તો 7 ઓગસ્ટે ચાંદીની કિંમત 76008 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.

સોનાની કિંમતમાં ગિરાવટ કેમ આવી રહી છે

સોનાની કિંમતમાં ગિરાવટ કેમ આવી રહી છે

બજાર એક્સપર્ટ્સ મુજબ સોનાની કિંમતમાં સતત ગિરાવટ આવવા પાછળ કેટલાંય કારણો જવાબદાર છે. આ કારણોમાંથી સૌથી પ્રમુખ કારણ કોરોના વેક્સીન છે. કોરોના વેક્સીનને લઈ આવી રહેલ સકારાત્મક સમાચારને કારણે સોનાની કિંમતમાં ગિરાવટ આવી છે. જણાવી દઈએ કે વેક્સીન આવવાની ઉમ્મીદ વધતાં રોકાણકારોએ સોનામાંથી રૂપિયા કાઢી શેર બજાર અને અન્ય જગ્યાએ રોકાણ કરવાનુ શરૂ કરી દીધું છે, જે બાદથી સોનાની કિંમતમાં સતત ગિરાવટ આવી રહી છે.

શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?

English summary
Gold-Silver Rate Weekly Review: gold is 7000 down on its all time high
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X