For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: 1 ઓગસ્ટથી SBI ની આ સેવા ફ્રી રહેશે, આ વસ્તુઓ સસ્તી થશે

ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારકોને 1 ઓગસ્ટથી મોટી રાહત મળશે. એસબીઆઇ ખાતાધારકો માટે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર ચાર્જ સમાપ્ત થશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટેટ બેંકના ખાતાધારકોને 1 ઓગસ્ટથી મોટી રાહત મળશે. એસબીઆઇ ખાતાધારકો માટે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર ચાર્જ સમાપ્ત થશે. બેંકે 1 ઓગસ્ટથી આઇએમપીએસ ચાર્જ સમાપ્ત કરી દીધો છે. ઓનલાઈન ફંડ ટ્રાન્સફર સેવા 1 ઓગસ્ટથી મફત રહેશે. 1 ઓગસ્ટથી તમારે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. 1 ઓગસ્ટથી જીએસટીના નવા દરો લાગુ થશે. જેની અસર તમારા ખિસ્સા પર પડશે. 1 ઓગસ્ટના રોજ, નોઇડા અને ગ્રેટર નોઈડામાં ઘર ખરીદવું સસ્તું થશે. 1 ઓગસ્ટથી સંપત્તિના સર્કલ રેટ ઘટી જશે.

આ પણ વાંચો: મિનિમમ બેલેન્સનું કડવું સત્યઃ રોજ વસુલાઈ રહ્યા છે 9 કરોડ રૂપિયા

SBI ની આ સેવા 1 ઓગસ્ટથી ફ્રી રહેશે

SBI ની આ સેવા 1 ઓગસ્ટથી ફ્રી રહેશે

SBI એ 1 ઓગસ્ટથી આઇએમપીએસ ચાર્જને ખતમ કરવાની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી એસબીઆઈના યોનો એપ, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર વપરાશકર્તાઓએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આપને જણાવી દઈએ કે અગાઉ બેંકે આરટીજીએસ અને એનઇએફટી ચાર્જ સમાપ્ત કર્યા હતા. હવે બેંકે 1 ઓગસ્ટથી આઇએમપીએસ ચાર્જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે આઇએમપીએસ દ્વારા તમે બેનિફિશિયરીના ખાતામાં તરત જ ફંડ પહોંચાડી શકો છો. આ સુવિધા તમને 24 કલાક મળે છે

સસ્તી થઇ જશે કારો

સસ્તી થઇ જશે કારો

1 ઓગસ્ટથી તમારા માટે કાર ખરીદવી સસ્તી રહેશે. જીએસટી કાઉન્સિલની 36 મી બેઠકમાં ઇ-વ્હિકલ પર લાગતું જીએસટી ઘટાડવામાં આવ્યું છે. 1 ઓગસ્ટના રોજ, ઇલેક્ટ્રોનિક વાહન પર 12 ટકાને બદલે 5 ટકા જીએસટી લાગશે. આ ઘટાડા પછી તમને કાર ખરીદવામાં મોટી બચત થશે.

ઘર ખરીદવું થશે સસ્તું

ઘર ખરીદવું થશે સસ્તું

1 ઓગસ્ટથી, નોઇડા અને ગ્રેટર નોઇડામાં મકાન ખરીદવું સસ્તુ થશે. 1 ઓગસ્ટથી સંપત્તિના સર્કલ રેટમાં ઘટાડો થશે. સર્કલ રેટમાં ઘટાડા પછી, 1 ઓગસ્ટથી નોઇડા અને ગ્રેટર નોઈડામાં મકાનની નોંધણી 6% સસ્તી થશે. આ ઉપરાંત 1 ઓગસ્ટથી ગ્રુપ હાઉસિંગમાં 6% અને કમર્શિયલમાં 25% સરચાર્જ સમાપ્ત થશે, તે પછી ઘર ખરીદવું સસ્તું થશે.

English summary
Good News: This SBI service will be free from 1st August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X