પહેલી સેલરી મળતા જ કરો આ 5 કામ

Posted By:
Subscribe to Oneindia News

મોટા ભાગે પહેલી સેલરી આવતા જ લોકો તેનો ઉપયોગ મિત્રો અને પરિવારજનોને પાર્ટી આપવામાં ખર્ચી દેતા હોય છે. ચોક્ક્સથી કોઇના પણ માટે પહેલી સેલરી ખુબ જ મહત્વની યાદગીરી હોય છે. અને ભલે તેના પછી કંઇ કેટલીય નોકરી અને પગાર કેમ ના બદલાય લોકો તેમની તે પહેલી સેલરી નથી ભૂલતા. ત્યારે ભલે તમે તમારી પહેલી સેલરીમાંથી થોડાક રૂપિયા મિત્રો કે પરિવારજનો માટે વાપરો પણ સાથે જ તમારી પહેલી સેલરીથી તમારે આ 5 વસ્તુઓ પણ કરવી જોઇએ. જેથી લાંબા ગાળે તમને સારો આર્થિક લાભ થઇ શકે. ત્યારે જાણો તે કયા પાંચ કામ છે જે તમને સેલરી મળ્યા પછી કરવા જોઇએ...

બચતની આદત

બચતની આદત

પહેલી સેલરીથી તમે એક બચતની આદત સારી આદત પાડો. એટલે કે તમારો જેટલો પણ પગાર હોય તેમાંથી ખર્ચને બાદ કરતા તમે કેટલું બચાવી શકો છો. તેનું પ્લાનિંગ કરી એક આંકડો નિર્ધારીત કરો. અને આવનારા મહિનામાં તે વાત નક્કી કરો કે તમે દર મહિને તેટલી બચત કરો.

બજેટ બનાવો

બજેટ બનાવો

તમારો જે પણ પગાર હોય તેમાંથી કેટલો ખર્ચ થાય છે ક્યાં ખર્ચ થાય છે તેનો હિસાબ રાખો. આ કામ થોડુંક કંટાળાજનક છે પણ લાંબા ગાળે તમને તે મદદરૂપ થશે. સાથે જ લાંબા ગાળાનું પ્લાનિંગ કરો. જેમ કે આવનારા સમયમાં કોઇ મોટા ખર્ચો થવાનો હોય તો તે માટે શું કરશો તેનું પ્લાનિંગ રાખો.

વીમો

વીમો

સૌથી પહેલા પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે જ સૌથી પહેલા પોતાના માટે એક વીમો કરવો. અકસ્માત, બિમારી જેવી અચાનક આવી પડતી વસ્તુઓ માટે પહેલેથી તૈયાર રહેવું જરૂરી છે. તે માટે મેડિકલ ઇન્શ્યોરન્સ કરાવવું જરૂરી છે. તો તમારી પહેલી સેલરી સાથે જ આ મામલે રોકાણ કરવાનું શરૂ કરો.

નાની નાની બચત

નાની નાની બચત

તમે હાલમાં નોકરી કરવાનું શરૂ કર્યું છે. માટે તમારી પાસે વધુ મૂડી નહીં હોય પણ જે પણ મૂડી છે તમારી પાસે અને આવનારા સમયમાં જે બચત તમે કરવાના છો તેને ધ્યાનમાં રાખી નાની નાની બચત કરવાનું શરૂ કરો. બીજા શબ્દોમાં કહું તો અલગ અલગ રોકાણ પ્લાન નાના પાયે ટ્રાય કરી ક્યાં રોકાણ કરવું તેની સમજ મેળવો. જેથી આવનારા સમયમાં તમે અનુભવ સાથે સારું રોકાણ કરતા શીખી પણ શકો અને આવનારા સમયમાં તમારી આ નાની નાની બચત તમને મોટી આર્થિક સદ્ધરતા સુધી લઇ જશે.

નિવૃત્તિ પ્લાન

નિવૃત્તિ પ્લાન

માન્યું કે આ તમારી પહેલી નોકરી છે પણ સેવા નિવૃત્તિ એટલે કે રિટાયર્મેન્ટ માટે અત્યારથી જ રોકાણ કરવું અને પ્લાન કરવું સલાહ ભર્યું છે. તમારું પીએફ એકાઉન્ટ ખોલવામાં આવ્યું જ હશે પણ જો તમારી કંપની પીએફ નથી આપતી તો તમે પોતાનું પીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો. સાથે જ આ અંગે અન્ય રોકાણ પણ અંગે પણ વિચારી શકો છો.

વધુ વાંચો

વધુ વાંચો

તમે નોકરી કરો છો? જેમાં તમને દર મહિને સેલરી સ્લીપ પણ મળે છે. તો આ સ્ટેપ બાય સ્ટેપ રીતે સમજો સેલરી સ્લીપ અંગે આ તમામ મહત્વની વાતો.

Read aslo : નોકરીયાત છો? તો જાણો સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો

English summary
Your first salary gives you financial independence and of course, will boost your self-respect and confidence. The first thing you usually think of doing, when you get your first salary, is to buy some gifts for you or your parents or giving a party to your friends.
Please Wait while comments are loading...