For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Employees Pension Scheme: સરકાર પેન્શન બમણું કરી શકે છે

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર એમ્પ્લોયી પેન્શન સ્કીમ હેઠળ લઘુતમ પેન્શન બમણું કરી દર મહિને 2,000 રૂપિયા કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર એમ્પ્લોયી પેન્શન સ્કીમ હેઠળ લઘુતમ પેન્શન બમણું કરી દર મહિને 2,000 રૂપિયા કરી શકે છે. સરકારના આ પગલાંથી 40 લાખથી વધુ કામદારોને લાભ થશે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) સાથે સંકળાયેલા વર્કર્સ આપમેળે આ યોજનાના સબ્સ્ક્રાઇબર્સ બની જાય છે. ઉચ્ચ સ્તરીય સમિતિએ પેન્શન વધારવાની દરખાસ્ત કરી છે.

આ પણ વાંચો: વીમા ક્લેમ કરવાનો નિયમ બદલાઈ શકે છે, પૈસા હપ્તાઓમાં મળશે

EPS પર વાર્ષિક ખર્ચ 9 000 કરોડ રૂપિયા

EPS પર વાર્ષિક ખર્ચ 9 000 કરોડ રૂપિયા

સરકાર વર્ષના 9000 કરોડ રૂપિયા કર્મચારી પેન્શન યોજના પર ખર્ચ કરે છે. જો આ દરખાસ્ત સ્વીકારવામાં આવે છે, તો આ આંકડો વધીને 12,000 કરોડ રૂપિયા થઇ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે "વર્તમાન પેન્શન ફંડ કરતાં વધુ પેંશનનો બોજ ઉઠાવવો શક્ય નથી. તે નાણા મંત્રાલયે નક્કી કરવાનું છે કે સરકાર આ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે કે નહીં.

આ શર્ત નાણા મંત્રાલય દ્વારા મૂકી શકાય

આ શર્ત નાણા મંત્રાલય દ્વારા મૂકી શકાય

ગયા વર્ષે લેબર મિનિસ્ટ્રીના એડિશનલ સેક્રેટરીની આગેવાની હેઠળની આ સમિતિને કર્મચારી પેન્શન યોજનાનું મૂલ્યાંકન અને સમીક્ષા કરવા કહેવામાં આવ્યું હતું.

જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ નાણામંત્રાલય આ શર્ત રાખી શકે છે કે જેઓ વધુ પેન્શન સુવિધા મેળવવા માંગે છે તેઓ નિવૃત્તિની ઉંમર સુધી, તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી પેન્શન હિસ્સો ઉપાડી શકતા નથી. આનાથી સરકારને આ યોજના માટે પૂરતા પ્રમાણમાં ફંડ પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

એમ્પ્લોયી પેન્શન સ્કીમના આશરે 60 લાખ પેન્શનરો

એમ્પ્લોયી પેન્શન સ્કીમના આશરે 60 લાખ પેન્શનરો

નોંધપાત્ર છે કે એમ્પ્લોયી પેન્શન સ્કીમના લગભગ 60 લાખ પેન્શનરો છે. આમાંથી લગભગ 40 લાખ લોકોને દર મહિને 1500 રૂપિયાથી ઓછું પેન્શન મળે છે. જ્યારે, 18 લાખને દર મહિને 1000 રૂપિયાનું ન્યુનતમ પેન્શન મળે છે.

પેન્શન ફંડમાં સરકાર પાસે 3 લાખ કરોડ રૂપિયા છે. ટ્રેડ યુનિયન અને ઑલ ઈન્ડિયા EPS 95 પેન્શનર્સની સંઘર્ષ સમિતિ સરકારને ન્યુનતમ માસિક પેન્શન 3,000 રૂપિયાથી 7,500 રૂપિયાની વચ્ચે વધારવા દબાણ કરે છે.

પગારના 12% દર મહિને પ્રોવિડન્ટ ફંડ

પગારના 12% દર મહિને પ્રોવિડન્ટ ફંડ

કમિટિએ પણ તાજેતરમાં સરકાર પાસેથી એમ્પ્લોયી પેન્શન સ્કીમનું મૂલ્યાંકન કરીને ન્યૂનતમ માસિક પેન્શનમાં ફેરફાર કરવા જણાવ્યું છે. સમિતિએ જણાવ્યું હતું કે હાલનું પેન્શન મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે બહુ ઓછું છે.

એમ્પ્લોયી પેન્શન સ્કીમના સભ્ય બનવા પર એમ્પ્લોયી આપોઆપ એમ્પ્લોયી પેન્શન સ્કીમમાં શામેલ થઇ જાય છે. તમને એ વાતની માહિતી આપીએ કે દર મહિને એક એમ્પ્લોયીના પગારના 12 ટકા તેના પ્રોવિડન્ટ ફંડમાં જાય છે. એમ્પ્લોયરના 12% નું યોગદાનમાં 3.67% પ્રોવિડન્ટ ફંડમાં અને એમ્પ્લોયી પેન્શન સ્કીમમાં 8.33% જાય છે.

English summary
Government Can Double Pension Of 40 Lakh Employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X