For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીમા ક્લેમ કરવાનો નિયમ બદલાઈ શકે છે, પૈસા હપ્તાઓમાં મળશે

અપેક્ષા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં વીમા કંપનીઓ પાસેથી ઇન્શ્યોરન્સ ક્લેમના પૈસા દર મહિને હપ્તાઓમાં મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

અપેક્ષા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં વીમા કંપનીઓ પાસેથી ઇન્શ્યોરન્સ ક્લેમના પૈસા દર મહિને હપ્તાઓમાં મળી શકે છે. IRDAI (વીમા નિયમનકારની સમિતિ) દ્વારા સૂચવવામાં આવ્યું છે કે દર મહિને હપતામાં વળતર પ્રાપ્ત કરવાથી આશ્રિતોને લાંબા સમય સુધી નિયમિત આવક મળશે. જી ન્યુઝની રિપોર્ટ અનુસાર, જો આવું થાય તો વીમા કંપનીઓ પર એકંદર વળતર ચૂકવવાનો બોજ પણ ઓછો થઇ જશે.

insurance

IRDAI ની ભલામણોને અમલમાં મૂક્યા પછી, નવો નિયમ લાગુ થાય તો, અપેક્ષા કરવામાં આવી રહી છે કે વીમા કંપનીઓ આ આધારે ઉત્પાદનની શરતોમાં ફેરફાર કરશે. જી-ન્યૂઝની રિપોર્ટ મુજબ, આઇઆરડીની સમિતિએ સૂચવ્યું છે કે એકંદર ક્લેમની રકમની ચૂકવણી હપ્તાઓમાં કરવામાં આવશે. જો આવું થાય, તો પૉલિસીધારકના પરિવારને લાંબા સમય સુધી રાહત મળી શકે છે.

આ પણ વાંચો: ઈન્કમ ટેક્સ બચાવીને બની શકો છો કરોડપતિ, સરકાર આપે છે ગેરંટી

આ ઉપરાંત કંપનીઓનું માનવું છે કે આવા પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરી શકાય છે અને આમાં વીમા કંપનીઓ માટે વધુ ખર્ચ થશે નહીં. જો નવો નિયમ લાગુ થાય તો વ્યક્તિગત અકસ્માત અને જીવન વીમા કવચની રકમ, આશ્રિતોને હપ્તાઓમાં મળશે. બીજી બાજુ વીમા કંપનીઓ પર એકંદર ચુકવણીનું દબાણ પણ ઓછું થશે. હમણાં, તે પણ કહેવું છે કે પૉલિસીમાં, એકીકૃત રકમ અથવા હપતામાં પૈસા લેવાનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો: સ્ટેમ્પ ડ્યૂટી શું છે, આ ફી ક્યા આધારે લગાવાય છે?

સમિતિ દ્વારા આ સૂચન આવા ઘણા કિસ્સાઓ જોઈને આપવામાં આવ્યું છે જ્યાં પૉલિસી ધારકના પરિવારને લાંબા ગાળા સુધી પૈસાની જરૂર હોય છે. હવે, પૉલિસી ધારકની મૃત્યુ પછી, તેના આશ્રિતોને કંપનીઓની વતી એકંદર રકમ આપી દેવામાં આવે છે. અગાઉ, એવી પણ ખબર આવી હતી કે વીમા કંપનીઓ તમારા મોબાઇલ નંબરને જ વીમા પૉલિસીનો નંબર બનાવી શકે છે.

English summary
Insurance Claim Rules Can Be changed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X