For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર ઇ કોમર્સ ખરીદી પર વેટ વસૂલશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર : ઓનલાઇન ખરીદ-વેચાણ પર ટૂંક સમયમાં ટેક્‍સનો સકંજો કસાય તો નવાઇ નહીં. સમગ્ર ગુજરાતમાં વેટ વિભાગે એવી વેબસાઇટની માહિતી મગાવી છે જેઓ ઓનલાઇન વેચાણ કરે છે. સુરતમાં પણ સંદર્ભે ઈ-કોમર્સને લગતી વેબસાઇટની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને વેબસાઇટ દ્વારા કેટલી ડિલિવરી વર્ષ દરમ્‍યાન સુરતીઓને કરાઈ એની વિગતો મેળવવામાં આવી રહી છે.

online

મોટાભાગની વેબસાઇટ કંપનીઓની ઓફિસ દિલ્‍હી હોવાથી કેન્‍દ્ર લેવલે પણ મામલે સક્રિયતા જોવા મળી રહી છે. વેટ ઉપરાંત સર્વિસ ટેક્‍સ વિભાગે પણ વેબસાઇટ પર ધંધો કરનારાઓને ટેક્‍સના દાયરામાં લાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. કેટલીક વેબસાઇટ સર્વિસ ટેક્‍સ રજિસ્‍ટ્રેશન મેળવીને પણ ટેક્‍સ ભરતી હોવાની માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ફેડરેશન ઓફ ઇન્‍ફર્મેશન ટેક્‍નોલોજી એસો. ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજયમાં હાર્ડવેર સોફટવેરનો કારોબાર બુધવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ઓનલાઇનખરીદીજો ટેક્‍સના દાયરામાં આવશે તો તેની સીધી અસર કિંમત પર પડશે. એટલે પ્રોડક્‍ટના ભાવ વધી શકે છે. જો કે, લોકોને ટિન નંબર અને સર્વિસ ટેક્‍સ નંબર સહિતનાં બિલ મળે તો પ્રોડક્‍ટમાં કોઈ ખામી હોય તો કાનૂની જંગ લડવામાં લોકોને આસાની રહેશે.

English summary
Government will collect VAT on e commerce purchase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X