For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂના પાસપોર્ટમાં થશે ફેરફાર, હવે મળશે ચિપ વાળા ઈ-પાસપોર્ટ

એટીએમ કાર્ડમાં ફેરફારને લઈને આવનારા સમાચાર પછી, હવે પાસપોર્ટમાં ફેરફારના સમાચાર આવી રહ્યા છે. જી હા, વિદેશી મંત્રાલય ચિપ વાળા ઇ-પાસપોર્ટ રિલીઝ કરવા જઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

એટીએમ કાર્ડમાં ફેરફારને લઈને આવનારા સમાચાર પછી, હવે પાસપોર્ટમાં ફેરફારના સમાચાર આવી રહ્યા છે. જી હા, વિદેશી મંત્રાલય ચિપ વાળા ઇ-પાસપોર્ટ રિલીઝ કરવા જઈ રહ્યું છે. તેમાં એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ અને બહેતર પ્રિન્ટિંગ તથા પેપર ક્વોલિટી હશે. ઇ-પાસપોર્ટનું મેન્યુફેક્ચરિંગ નાસિકના ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસ (ISP) માં થશે. ISP ને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) દ્વારા માન્ય ખાંચા અને ઓપરેટિંગ સિસ્ટમ લેવા માટે ટેન્ડર મૂકવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચો: 2018ના આ છે બેસ્ટ સેવિંગ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ

આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ઈ-પાસપોર્ટનું કામ શરૂ કરવામાં આવશે. આ માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

ઇ- પાસપોર્ટની વિશેષતા

ઇ- પાસપોર્ટની વિશેષતા

જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટમાં લાગેલી આ ચિપમાં તમારી બધી ડિટેલ્સ , બાયોમેટ્રિક ડેટા અને ડિજિટલ સાઈન સ્ટોર કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ચિપ લાગેલો આ ઇ-પાસપોર્ટ તમારા પરંપરાગત પાસપોર્ટની જગ્યા લઇ લેશે. જો કોઈ પણ આ ચિપ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટ સેવા સિસ્ટમને આ વાતની ખબર પડી જશે જેનાથી પાસપોર્ટ પ્રમાણીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે નહીં. આ ચિપમાં આવી કેટલીક સ્ટોર માહિતી હશે કે પાસપોર્ટ વગર પોતાની પાસે રાખેલી આ ચિપ વાંચી શકાશે નહિ.

તમામ એમ્બેસીઝને જોડવામાં આવશે પાસપોર્ટ સેવાથી

તમામ એમ્બેસીઝને જોડવામાં આવશે પાસપોર્ટ સેવાથી

આ ઉપરાંત, વિદેશમાં રહેલા દેશના તમામ એમ્બેસીઝને પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. હાલમાં, ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સને અમેરિકા અને બ્રિટનમાં જોડવામાં આવ્યા છે.

7 દિવસની અંદર મળશે નવો પાસપોર્ટ

7 દિવસની અંદર મળશે નવો પાસપોર્ટ

તમને જણાવી દઈએ કે પાસપોર્ટનું આવેદન મળ્યા બાદ પાસપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમના તરફથી જરૂરી તપાસ બાદ પાસપોર્ટ જારી કરશે. વિદેશમાં ભારતીય એમ્બેસીઝ અને કોન્સુલેટ્સમાં પાસપોર્ટ જારી કરવાની જે બાબતોમાં પોલીસ વેરિફિકેશન જરૂર નથી, સાત દિવસની અંદર તાત્કાલિક ધોરણે નવા પાસપોર્ટ જારી કરવામાં આવશે અને જૂના પાસપોર્ટ રિઇશ્યૂ કરવામાં આવશે.

આ દેશોમાં છે ઇ-પાસપોર્ટ

આ દેશોમાં છે ઇ-પાસપોર્ટ

જો ઈ-પાસપોર્ટ વિશે વાત કરીએ તો અમેરિકા, ઇટલી, જર્મની, જાપાન, યુરોપિય દેશ, હોંગકોંગ, ઇન્ડોનેશિયા સહિત દુનિયાના લગભગ 86 દેશોમાં ઈ-પાસપોર્ટ ચલણમાં છે. ખાસ વાત એ છે કે તેમાં પાકિસ્તાન પણ સામેલ છે.

English summary
Government Will Launch E-Passport Very Soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X