For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેલિકોમમાં 100 ટકા વિદેશ રોકાણને મંજૂરી

By Super
|
Google Oneindia Gujarati News

telecom
નવી દિલ્હી, 17 જુલાઇઃ ભારત સરકારે દેશમાં આર્થિક સુધારાઓ માટે મોટું પગલું ભરતા અનેક ક્ષેત્રોમાં એફડીઆઇની સીમા વધારી છે. સરકારે ટેલિકોમ ક્ષેત્રમાં એફડીઆઇની સીમાને 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ નાગરિક ઉડ્ડયનસ એરપોર્ટ, મીડિયા અને ફાર્માના ક્ષેત્રમાં રોકાણ વધારવા પર કોઇ નિર્ણય કર્યો નથી. વિદેશી રોકાણ વધારવાનો નિર્ણય પ્રધાનમંત્રી મનમોહન સિંહની અધ્યક્ષતામાં મંગલારે મળેલા મંત્રીમંડળના વરિષ્ઠ સહયોગીઓ સાથેની બેઠક દરમિયાન લેવામાં આવ્યો.

બેઠકમાં ભાગ લેવા આવેલા મંત્રીઓમાં નાણામંત્રી પી ચિદમ્બરમ, રક્ષામંત્રી એકે એન્ટોની, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્મા તથા ટેલિકોમ મંત્રી કપીલ સિબ્બલ સામેલ હતા. ટેલિકોમમાં સો ટકા વિદેશી રોકાણના નિર્ણય પહેલા બે જુલાઇએ ટેલિકોમ પંચે 100 ટકા એફડીઆઇ માટે મંજૂરી આપી દીધી હતી.

બેઠક બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે વીમા ક્ષેત્રમાં 26 ટકા એફડીઆઇ સીમા વધારીને 49 ટકા કરવામાં આવી છે. સરકારે અનેક ક્ષેત્રોમાં વિદેશી રોકાણના રૂટમા બદલાવ કર્યો છે, આ હેઠળ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, પાવર એક્સચેન્જ, કોમોડિટી એક્સચેન્જ અને સ્ટોક એક્સચેન્જમાં ઓટોમેટિક રૂટથી 49 ટકા એફડીઆઇને મંજૂરી આપી દીધી છે.

આનંદ શર્માએ કહ્યું કે વિદેશી રીટેલ ક્ષેત્ર તરફથી સતત વધી રહેલી માંગોને જોઇને સરકારે અનેક બ્રાન્ડવાળા રીટેલ વેપારમાં એફડીઆઇના માપદંડોને ઉદાર બનાવવાનો નિર્ણય કર્યો છે. નાગરીક ઉડ્ડયનમાં એફડીઆઇની 49 ટકાની સીમામાં કોઇ ફેરબદલ કરવામાં આવ્યા નથી.

રક્ષા ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટથી 26 ટકા વિદેશી રોકાણને અનુમતિ મળશે, જ્યારે 26-29 ટકા એફડીઆઇ માટે કેબિનેટ કમેટી ઓન સિક્યૂરિટીની અનુમતિ અનિવાર્ય રહેશે. મહત્વપૂર્ણ છે કે રક્ષામંત્રી એકે એન્ટોનીએ રક્ષા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની હાલની સીમાને 26 ટકાથી વધારીને 49 ટકા કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

એમનો તર્ક એવો હતો કે આ એક ઉંલ્ટુ પગલું સાબિત થશે, કારણ કે તેનાથી એક તરફ જ્યાં વિદેશી કંપનીઓ પર નિર્ભરતા વધશે, તો બીજી તરફ સ્થાનિક રક્ષા ઉદ્યોગની વૃદ્ધિ પ્રભાવિત થશે. સરકારે એફડીઆઇ સંબંધિત નિર્ણય માયારામ સમિતિની ભલામણો પર કર્યાં છે. સમિતિએ 20 ક્ષેત્રોમાં રોકાણ વધારવાની સલાહ આપી હતી, પરંતુ સરકારે માત્ર 12ને જ મંજૂરી આપી છે.

English summary
Opening the doors to shore up foreign investments, the government on Tuesday liberalisedFDI limits in a dozen sectors, including allowing 100 per cent in telecom and higher limits in 'state-of-the-art' defence manufacturing, to boost the sagging economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X