For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTના લીધે બેંક સર્વિસીસમાં જુલાઇથી આપવો પડશે વધુ ટેક્સ

જુલાઇથી બેંકિગ સર્વિસીસમાં ટ્રાંજેક્શન ફીમાં વધારો થઇ શકે છે. કારણ કે સરકારે તમામ નાણાંકીય સેવાઓ માટે જીએસટીમાં 18 ટકા ટેક્સ લગાવાનું નક્કી કર્યું છે.

|
Google Oneindia Gujarati News

જુલાઇથી બેંકિગ સર્વિસીસમાં ટ્રાંજેક્શન ફી વધી શકે છે. કારણ કે સરકારે તમામ નાણાંકીય સર્વિસીસને જીએસટી (વસ્તુ અને સેવા કર) સ્લેબમાં 18 ટકા ટેક્સ સ્લેબમાં મૂકી છે. તેનો મતબલ તે કે હવે બેકિંગ ટ્રાંજેક્શનમાં આપવામાં આવતા પ્રત્યેક 100 રૂપિયા પર 3 રૂપિયાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે. કેપીએમજીના પાર્ટનર અને અપ્રત્યક્ષ કરના હેડ સચિન મેનન મુજબ નાણાંકીય સંસ્થાઓ આ વધેલા ચાર્જને તે કંપનીઓ પાસેથી વસૂલશે જે બલ્કમાં ટ્રાંજેક્શન કરતી હોય. સાથે જ વ્યક્તિગત રીતે પણ પહેલાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે.

gst

જો કે બેંકિગની માંગ પર કોઇ અસર નહીં પડે. મોટા ભાગના ઉત્પાદનો અને સેવાઓને 18 ટકા ટેક્સના સ્લેબમાં રાખવામાં આવ્યા છે. સરકારે જીએસટી ટેક્સ સ્લેબ હેઠળ 1211 આઇટમના દર નક્કી કર્યા છે. 5 ટકાથી લઇને 28 ટકા સુધીના 4 ભાગમાં તમામ વસ્તુઓને વહેંચવામાં આવી છે. જો કે મોટા ભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, ચોખાને કોઇ પણ સ્લેબમાં નથી મૂકવામાં આવી. ઉલ્લેખનીય છે કે નાણાંકીય સેવાઓ સાથે દારૂ આપતી એસી હોટલ, ટેલીકોમ, આઇટી સર્વિસિસ, બ્રાન્ડેડ ગાર્મેન્ટ, કેક અને પાસ્તા જેવી વસ્તુઓ પણ 18 ટકાની કેટગરીમાં રાખવામાં આવ્યા છે.

{promotion-urls}

English summary
GST: You Will Have To Shell Out More for Banking Transaction From July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X