જાહેરાત મામલો: સહારા ઇન્ડિયા, સુબ્રત રાયને નોટિસ

ન્યાયમૂર્તિ ઉમા નાથસિંહ અને ન્યાયમૂર્તિ ડો. સતીષ ચંદ્રાની પીઠે આ નોટિસ લખનઉ રહેવાસી ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના અધિકારી અમિતાભ ઠાકુર અને તેમની સામાજિક કાર્યકર્તા પત્ની નૂતન ઠાકુર તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનવણી પર ફટકારી છે.
20 માર્ચના રોજ દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જણાવાયું છે કે રોકાણકારોના હિતો અને શેર બજાર પર નિયંત્રણ રાખવા માટે વિધિ દ્વારા સ્થાપિત સંસ્થા સેબીની સામે સહારા ઇન્ડિયા પરિવાર સમૂહ તથા સુબ્રત રાય દ્વારા 17 માર્ચ, 2013ના રોજ પ્રમુખ સમાચાર પત્રોમાં જાહેરાત દ્વારા સ્પષ્ટ આપત્તિજનક બાબતો કહેવામાં આવી હતી. જાહેરાતમાં જસ્ટિશ બી એન અગ્રવાલના કાર્યની પણ નિંદા કરાઇ છે, તેમજ સેબી અને ન્યાયમૂર્તિ અગ્રવાલ માત્ર પોતાની ફરજ બજાવી રહ્યા છે.
અરજીમાં ઠાકુર દમ્પતિએ પ્રાર્થના કરી છે કે આવી તમામ જાહેરાતો પર પ્રતિબંધ લાદવામાં આવે, જે સંવૈધાનિક અથવા વિધિક સંસ્થાની આ પ્રકારે જાહેરાતના માધ્યમથી નિંદા કરે.












Click it and Unblock the Notifications
