For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આધાર અપડેટ કરવા માટે કેટલા પૈસા ચૂકવશો

મોટેભાગે તમે તમારા આધારને અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર જાવ છો, જેની માટે તમારી પાસેથી ઘણીવાર મનફાવે તેટલી ફી વસુલવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

મોટેભાગે તમે તમારા આધારને અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર જાવ છો, જેની માટે તમારી પાસેથી ઘણીવાર મનફાવે તેટલી ફી વસુલવામાં આવે છે. જો કે હવે તમને આ તકલીફમાંથી છૂટકારો મળી જશે, કારણ કે અમે તમને અહીં વિવિધ પ્રકારના આધાર અપડેશન પર લાગતા ચાર્જિસ વિશે માહિતી આપીશુ.

આધાર નંબર

આધાર નંબર

આધાર નંબર, 12-અંકનો એક રેન્ડમ નંબર છે કે જે યુઆઈડીએઆઈ અથવા ભારતીય વિશિષ્ટ ઓળખ સંત્તામંડળ દ્વારા જારી કરવામાં આવે છે. જેની સત્યતાની ચકાસણી પૂરીં કર્યા બાદ દેશના નિવાસીને જારી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, ઉમંર અને લિંગ છતાં જે ભારતનો નિવાસી છે તે સ્વેચ્છાએ આધાર સંખ્યા પ્રાપ્ત કરવા નોંધણી કરી શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન માટે જરૂરી ફોર્મ 1 'સહજ' વિષે મહત્વની જાણકારીઈન્કમ ટેક્સ રિટર્ન માટે જરૂરી ફોર્મ 1 'સહજ' વિષે મહત્વની જાણકારી

આધારની નોંધણી

આધારની નોંધણી

નોંધણી માટે ઈચ્છુક વ્યકિતએ નોંધણી પ્રક્રિયા દરમિયાન વસ્તી વિષયક અને બાયોમેટ્રિક જાણકારી આપવાની રહે છે, જે તદ્દન મફત છે. જો કે કેટલાક સંજોગોમાં સેવા આપનાર વ્યકિત ગ્રાહકોના ડેટા ફીડ કરવા માટે કે કોઈપણ વિગતોને અપડેટ કરવા અથવા બદલવા માટે પૈસા લે છે.

વસ્તી વિષયક માહિતી

વસ્તી વિષયક માહિતી

વસ્તી વિષયક માહિતીમાં નામ, જન્મ તારીખ(ચકાસાયેલ), ઉંમર, લિંગ, સરનામું, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી શામેલ છે. પરિચય આધારિત નોંધણીના કિસ્સામાં પરિચયકર્તાનું નામ અને પરિચય કર્તાનો આધાર નંબર, કુટુંબ આધારિત નોંધણીમાં કુટુંબના વડાનું નામ, સંબંધ અને કુટુંબનો આધાર નંબર, બાળકોની નોંધણીના કિસ્સામાં કોઈ પણ માતા-પિતાની નોંધણી આઈડી અથવા સંબંધનો પુરાવો પણ શામેલ છે. જ્યારે બાયોમેટ્રિક માહિતીમાં દસ આંગળીઓના નિશાન, બંને આંખોનું સ્કેનિંગ અને ચહેરાનો ફોટો શામેલ છે.

જો કે, ભારતીય યુઆઈડીએઆઈ સેલ્ફ સર્વિસ પોર્ટલ ssup.uidai.gov.in પર જઈ પોતાનું સરનામું જાતે અપડેટ કરી શકે છે. પોર્ટલ દ્વારા માત્ર સરનામાનું ઓનલાઈન અપડેટ કરી શકાય છે પણ અન્ય કોઈ માહિતીને બદલવા માટે તમારે "આધાર કેન્દ્ર' પર જવું જરૂરી છે.

પાસ થયુ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019, ટ્રાફિક નિયમો તોડ્યા તો 10 ગણો દંડપાસ થયુ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019, ટ્રાફિક નિયમો તોડ્યા તો 10 ગણો દંડ

આધારની ઓનલાઈન સેવા

આધારની ઓનલાઈન સેવા

ઓનલાઈન સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ(એસએસયુપી)નો ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો જરૂરી છે. જો તમારી પાસે રજીસ્ટર મોબાઈલ નંબર નથી તો તમારે દસ્તાવેજો સાથે નજીકના કાયમી નોંધણી કેન્દ્ર પર જવું પડશે. સબસ્ક્રાઈબર્સે અપડેટ/સુધારા માટે સરનામાનો એક સ્કેન કરેલ ફોટો અથવા દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે.

આધાર અપડેટ કરવા માટે લાગતા ચાર્જિસ

આધાર અપડેટ કરવા માટે લાગતા ચાર્જિસ

-આધાર નોંધણી માટે કોઈ ચાર્જ લાગતો નથી.

-અનિવાર્ય બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ચાર્જ લાગતો નથી.

-ડેમોગ્રાફિક અપડેટ માટે તમારે 50 રૂપિયા આપવાના રહેશે.

-બાયોમેટ્રિક અપડેટ માટે 50 રૂપિયા આપવાના રહેશે.

-ઈ-કેવાયસી/આધાર કાર્ડ/કોઈ અન્ય ઉપકરણ અને એ-4 શીટ પર રંગીન પ્રિન્ટ આઉટનો ઉપયોગ કરી આધારની શોધ કરવા માટે 30 રૂપિયા આપવાના રહેશે.

English summary
Here you will know the charges applicable for various Aadhaar Services in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X