For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાન કાર્ડના આ નવા નિયમો 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો વિગતવાર

પાન કાર્ડના આ નવા નિયમો 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો વિગતવાર

|
Google Oneindia Gujarati News

આવકવેરા વિભગે પાન કાર્ડ અરજદારો માટે નિયમોનો એક નવો સેટ જાહેર કર્યો છે. 5 ડિસેમ્બર 2018થી લાગુ થનાર નવા પાનકાર્ડ નિયમો માટે નાણાકીય સંસ્થાઓની આવશ્યકતા હોય છે જે રૂપિયાનું લેણદેણ કરે છે. એક વ્યક્તિ એક નાણાકય વર્ષમાં 2.50 લાખ કે તેનાથી વધુ રકમની લેણ-દેણ કરે છે તો તેણે પણ 31 મે 2019 કે તેના પહેલા પાનકાર્ડ માટે અરજી કરવી જરૂરી છે. આ ઉપરાંત આવકવેરા વિભાગે પાન કાર્ડના અરજીપત્રમાં બદલાવની ઘોષણા કરી છે. અહીં પર તમારે પાન કાર્ડના નવા નિયમો વિશે જણાવીશું...

31 મે સુધીમાં અરજી કરવાની રહેશે

31 મે સુધીમાં અરજી કરવાની રહેશે

જો એક પ્રબંધ નિદેશન, નિદેશક, સાથી, ટ્રસ્ટી, લેખક, સંસ્થાપક, મુખ્ય કાર્યકારી અધિકારી, મુખ્ય અધિકારી કે પદાધિકારી અથવા આવા કોઈપણ વ્યક્તિ જેમની પાસે પાન કાર્ડ નથી, તેમણે પાનકાર્ડ માટે અરજી કરવી જરૂરી હશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આગલા નાણાકીય વર્ષના 31 મેના રોજ અથવા તેની પહેલા અરજી કરવી જરૂરી હશે.

કર ચોરી રોકવામાં મદદ મળશે

કર ચોરી રોકવામાં મદદ મળશે

નવા નિયમો સાથે નિવાસી સંસ્થાઓએ પાન કાર્ડ પ્રાપ્ત કરવાં પડશે, પછી ભલેને કુલ વેચાણ કે કારોબાર નાણાકીય વર્ષમાં 5 લાખ સુધીનો ફાયદો કે લેણદેણ નથી કરતા. એલએલપીના સહયોગી સૂરજ નાંગિયાએ કહ્યું આનાથી આવકવેરા વિભાગને નાણાકીય લેણદેણને ટ્રેક કરવામાં મદદ મળશે, આનાથી કર આધાર વધશે અને કર ચોરી પર રોક લાગશે.

પિતાના નામની આવશ્યકતા નથી

પિતાના નામની આવશ્યકતા નથી

આવકવેરા વિભાગે પાન કાર્ડની અરજીમાં કેટલાક બદલાવની ઘોષણા પણ કરી છે. તેમણે આવકવેરા નિયમોમાં સંશોધન કર્યું અને કહ્યું કે કેટલાક મામલામાં પાન અરજી પત્રમાં પિતાના નામનો ઉલ્લેખ કરવો જરૂરી નહિ હોય. હવે માતાના નામથી પણ પાનકાર્ડ બનાવી શકાશે.

5 ડિસેમ્બરથી નિયમ લાગુ થશે

5 ડિસેમ્બરથી નિયમ લાગુ થશે

સંશોધિત નિયમમાં કહેવામાં આવ્યું છે કે તેમના પિતાનું નામ પાન કાર્ડમાં જરૂરી નહી હોય, જેમની માતા સિંગલ છે અને પોતાની માતાનં નામનો ઉપયોગ કરવા માગતો હોય. સીબીડીટીએ પોતાના નોટિફિકેશનમાં કહ્યું કે નવો નિયમ 5 ડિસેમ્બરથી લાગુ થશે.

શું છે પાનકાર્ડ

શું છે પાનકાર્ડ

પન નંબર કે પાન કાર્ડ દેશમાં આવકવેરા નિર્ધારિતીને સોંપવામાં આવેલ એક ઓળખ છે. જે નાણાકીય લેણદેણ માટે જરૂરી છે જેમ કે બેંક ખાતા ખોલાવવા અને આવકવેરા રિટર્ન ભરવા વગેરે માટે. આના વિના તમે કોઈપણ નાણાકીય કામ નથી કરી શકતા.

10 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટ્યા10 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું પેટ્રોલ, ડીઝલના ભાવ પણ ઘટ્યા

English summary
Here you will know the new rules of Pan Card which will come into effect from December 5.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X