For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોલરના રેટમાં ફેરફાર તમારી આવક પર કેવી રીતે અસર કરે છે?

|
Google Oneindia Gujarati News

જેવી રીતે વિવિધ દેશોનું ચલણ અલગ અલગ હોય છે, તેવી રીતે ભારતનું ચલણ પણ અન્ય દેશો કરતા અલગ છે. તેને રૂપિયાના નામથી ઓળખવામાં આવે છે. વિવધ દેશોના ચલણનું મૂલ્ય અમેરિકન ડોલરની તુલનાને આધારે આંકવામાં આવે છે. આપે નોંધ્યું હશે કે અનેકવાર સમાચારોમાં ડોલર સાથે રૂપિયો ઘટ્યો કે વધ્યો હોવાની બાબત સમાચાર બને છે. તેની અસર શેરબજાર ઉપર પણ જોવા મળે છે. આપને કદાચ એમ થતું હશે તે ડોલરની તુલનામાં રૂપિયાની વધઘટની રૂપિયા અને આપની આવક પર કેવી રીતે કેવી અસર પડે છે?

અહીં અમે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ડોલરમાં કે રૂપિયાના મૂલ્યમાં વધઘટ થવાથી આપણી બચત પર કેવી રીતે અસર પડે છે?

આવો જાણીએ ડોલરના મૂલ્યમાં વધઘટ કેવી રીતે આપણા પર અસર કરે છે...

ડોલર શું છે?

ડોલર શું છે?


ડોલર સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું ચલણ છે. વિશ્વમાં આ ચલણને સૌથી મજબૂત ચલણ માનવામાં આવે છે. આ કારણે જ અમેરિકાની ગણના આર્શિક મહાશક્તિ તરીકે થાય છે.

ડોલર અને રૂપિયાનો સંબંધ

ડોલર અને રૂપિયાનો સંબંધ


આંતરરાષ્ટ્રીય તેલ બજારોમાં ક્રુડની કિંમત ડોલરમાં નક્કી કરવામાં આવે છે. આપણે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રુડની આયાત કરીએ તો તેલ કંપનીઓને ડોલરમાં જ નાણાની ચૂકવણી કરવામાં આવે છે. આપણે બહાર નિકાર કરીએ છીએ તો પણ રૂપિયા આપીને ડોલર ખરીદીએ છીએ. ત્યાર બાદ આયાત કરવામાં આવે છે.

રૂપિયા પર કેવી અસર?

રૂપિયા પર કેવી અસર?


જો ડોલરની સરખામણીએ રૂપિયામાં ઘટાડો થાય છે તો આપણે જેટલા રૂપિયા ખર્ચીને ડોલર લઇએ છીએ તેનાથી વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેના કારણે વેપાર ખાધ વધે છે. વેપાર ખાધ વધે છે ત્યારે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારે છે. તેના કારણે ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ પોતાનું ભાડું વધારશે. જેના કારણે શાક-ભાજી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને તેની કિંમતોમાં વધારો થશે. બીજી તરફ ડોલર સામે રૂપિયો મજબૂત બને ત્યારે તમામ વસ્તુઓ સસ્તી થાય છે.

બચત પર કેવી અસર?

બચત પર કેવી અસર?


ડોલર સામે રૂપિયો નરમ બનતા તમામ વસ્તુઓના ભાવ વધે છે. જેના કારણે આપનું બજેટ બગડી જાય છે અને આપે વધારે માસિક ખર્ચ કરવો પડે છે. આ કારણે આપની બચત ઘટે છે.

English summary
How Dollar rate fluctuation affects your savings?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X