For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCORES પર કંપની, બ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડ સામે ફરિયાદ કેવી રીતે નોંધાવવી?

|
Google Oneindia Gujarati News

જો આપ સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા હોવ, ટ્રેડિંગ કરતા હોવ તો શક્ય છે કે આપને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે. જેમ કે કંપની તરફથી ક્રેડિટ મેળવવામાં, બોનસ શેર્સ મેળવવામાં અથવા આપના ડિમેટ એકાઉન્ટમાં બીજા કોઇ શેર્સ આવી ગયા હોવા સંબંધિત ફરિયાદો હશે.

એવા અનેક બનાવો અને કેસ છે, જેમાં વ્યક્તિએ શેર્સ એક્સ ડિવિડન્ડ થયા બાદ વેચ્યા હોય પણ તેમને ડિવિડન્ડ મળ્યું ના હોય. અનેકવાર એવું પણ બને છે જેમાં બ્રોકર્સે અયોગ્ય અને અનવાંચ્છિત શેર્સ આપના એકાઉન્ટમાં જમા કરી દીધા હોય. કેટલાક કિસ્સામાં કિંમત બાબતે વિવાદ હોય, તો કેટલીકવાર લાભ મુદ્દે મુશ્કેલી ઉભી થઇ હોય છે.

stock-market-8

SCORES શું છે?
SCORES બીજું કશું નહીં પણ SEBIની Sebi COmplaints REdress System (સેબી કમ્પ્લેઇન્ટ રિડ્રેસ સિસ્ટમ) છે. જેમાં રોકાણકારને તેના બ્રોકર્સ, કંપનીઓ, ડિવિડન્ડ મુદ્દાઓ, અધિકારના મુદ્દાઓ, ટ્રેડિંગ મુદ્દાઓ વગેરે સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે મદદ મેળવી શકે છે. આ ફરિયાદ સામે સેબી જે તે કંપનીને સીધો પ્રશ્ન અથવા સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરીને જવાબ માંગે છે. આ પ્રક્રિયામાં વિવાદના નિવારણ લાવવામાં આવે છે.

SCORESમાં કેવી રીતે ફરિયાદ કરી શકાય?

આ માટે આપ સૌ પ્રથમ સેબીની વેબસાઇટ scores.gov.in પર જવું પડશે. આ સાઇટ પર આપને કમ્પ્લેઇન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ જોવા મળેશે. આપની તમામ વિગતો કમ્પ્લેઇન્ટ રજિસ્ટ્રેશન ફોર્મમાં ભરો. ત્યાર બાદ આપ કોની સામે ફરિયાદ ફાઇલ કરવા ઇચ્છો છો તેની વિગત ભરો. તેમાં લિસ્ટેડ કંપનીઓ, કંપનીઓના રજિસ્ટ્રાર્સ, બ્રોકર્સ, સ્ટોક એક્સચેન્જીસ, ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, મર્ચન્ટ બેંકર્સ વગેરેનો સમાવેશ થાય છે. એક વાર આપે એપ્લિકેશન ફોર્મ અને કેટેગરી ભરી ત્યાર બાદ સેબી આ પ્રશ્ન સંબંધિત પક્ષ સમક્ષ લઇ જાય છે.

આ પ્રશ્ન કેટલો ઝડપથી ઉકેલાય છે તેનો આધાર જવાબી પક્ષ કેટલી ઝડપથી પ્રત્યુત્તર આપે છે તેના પર રહેલો છે. અનેક લોકોનું કહેવું છે કે અહીં ફરિયાદ નોંધ્યા બાદ તેમના પ્રશ્નો ઉકેલાયા છે.

તારણ :
આજના સમયમાં ઇરાદાપૂર્વક આચરવામાં આવી રહેલી છેતરપિંડીમાંથી બાકાત રહેવું મુશ્કેલ છે. સેબી વિવિધ કંપનીઓ પર વ્યક્તિગત રોકાણકારોના અધિકાર જળવાય તે માટે વિચારણા કરી રહી છે. આ માટે જો આપને કોઇ મુશ્કેલી હોય તો આપે તત્કાલ ઓનલાઇન ફરિયાદ નોંધાવી જોઇએ.

English summary
How to File Complaint Against Company, Brokers, Mutual Funds On SCORES?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X