500 અને 1000 રૂપિયાની નોટ બદલવા જાવ છો? આ જરૂર વાંચો

Posted By:
Subscribe to Oneindia News

10 નવેમ્બરથી બેંક અને એટીએમ ખુલી ગયા છે. અને લોકોની મોટી ભીડ બેંક તરફ ઉપડી ગઇ છે 1000 અને 500 રૂપિયાની નોટ બદલી નવી નોટ લેવા માટે. ત્યારે જો તમે પણ બેંકમાં જઇને આ રીતે નોટ બદલવાનું વિચારી રહ્યા હોવ તો આ આર્ટીકલ જરૂરથી વાંચો કારણ કે બેંકમાં ખાલી 1000 રૂપિયા અને 500 રૂપિયાની નોટ લઇ જવાથી, નોટ એક્સચેન્ઝ નહીં થઇ જાય.

Read Also: Photos: બેંક ખુલતા જ બેંકની બહાર લાગી મોટી લાઇન, લોકોની ભારે હાલાકી

નીચેની તમામ વસ્તુઓ પણ તમારે તમારી સાથે લઇ જવી પડશે. ત્યારે આની સમગ્ર પ્રક્રિયા શું છે વાંચો અહીં. અને અન્ય લોકોને પણ આ અંગે માહિતીગાર કરવા માટે આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા....

બેંક કર્મીઓ આપશે ફોર્મ

બેંક કર્મીઓ આપશે ફોર્મ

નોંધનીય છે કે તમે જ્યારે બેંકમાં 1000 રૂપિયા અને 500 રૂપિયાની નોટ બદલાવવા જશો ત્યારે બેંક કર્મી તમને એક ફોર્મ આપશે. જેને તમારે યોગ્ય રીતે ભરવાનું રહેશે. સાથે જ ઓરિઝનલ આઇડી પ્રૂફ પણ ભરવાનું રહેશે. નોંધનીય છે કે અનેક લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે નીચેના સ્ટેપમાં અને તમને તમારી આ જ મુશ્કેલીને સરળ રીતે સમજાવી રહ્યા છે. જાને શીખો અહીં...

સ્પેટ 1

સ્પેટ 1

ફોર્મમાં સૌથી પહેલા તમે જે બેંકમાં કરન્સી એક્સચેન્ઝ (નોટ બદલવા) આવ્યા છો. તેનું નામ લખો. ઉદા તરીકે SBI બેંકથી પૈસા નીકાળ્યા હોય તો એસબીઆઇની નામ લખો. પછી તમારી જે તે બેંકની શાખાનું નામ લખો. પછી અંગ્રેજીમાં કેપિટલમાં તમારું આખું નામ લખો.

સ્ટેપ 2

સ્ટેપ 2

તમારા ફોર્મમાં બે ભાગ હશે. પહેલા કોલમમાં નેમ ઓફ ટેડરર લખ્યું હશે. તેમાં તમારું નામ કેપિટલમાં લખ્યા બાદ તમારી પાસે કયા કયા આઇડી પ્રૂફ છે તે અંગે જાણકારી આપી ટીક કરો. ફોટોમાં જણાવ્યા મુજબ આ રીતે તમામ દસ્તાવેજો પર ટીક કરો. નોંધનીય છે કે આધારકાર્ડ લઇ જવું ફરજિયાત છે.

સ્ટેપ 3

સ્ટેપ 3

પછી તમે જે આઇડી પ્રુફ પર ટીક કર્યું હોય તેનો નંબર નીચેના બોક્સમાં ભરો. નોંધનીય છે કે પેન કાર્ડ, આધારકાર્ડ, ફોટો લઇ જવી જરૂરી છે. ફોટોકોપી માન્ય નથી. ઓરિઝનલ કોપી જ લઇ જજો.

સ્પેપ 4

સ્પેપ 4

હવે તમારે કેટલા રૂપિયાનું એક્સચેઝ કરવું છે તે અંગે જાણકારી આપો. નોંધ કે એક દિવસમાં 4000 રૂપિયા સુધીની લિમિટ જ આપવામાં આવી છે. તેવામાં તમે આ રીતની જ રાશિ આપી શકો છો. વળી સાથે જ તમારે તમારી નોટોનું વિવરણ આપવું પડશે. જેમ કે 500ની કેટલી નોટો છે, 1000ની કેટલી. તેની જાણકારી આપવી પડશે.

સ્ટેપ 5

સ્ટેપ 5

આંકડા અને નંબર બન્નેને અંગ્રેજીમાં તમારે ફોર્મમાં લખવું પડશે. અને છેલ્લે તમારા હસ્તાક્ષર લાગશે. સાથે જ તે તારીખે તમે પૈસા એક્સચેન્ઝ કર્યા છે તે તારીખ પણ ભરો.

તમારી સરળતા માટે

તમારી સરળતા માટે

આમ ફોર્મ ભરવાની તમામ વિધિ અમે અહીં બતાવી દીધી છે. સાથે ફોર્મ જોડે આધાર કાર્ડ, પેન કાર્ડ, ફોટો કોપી પણ તમારી સાથે રાખજો. નોંધ જો બેંકમાં તમારું ખાતું ના હોય તો તમે પોતાનું ખાતુ પણ ખોલાવી શકો છો. ત્યારે આ આર્ટીકલને શેયર પણ કરજો જેથી કરીને અન્ય લોકો પણ આ ફોર્મ સરળતાથી ભરી શકે.

English summary
How fill currency exchange form 1000-500 rupees, Learn here.
Please Wait while comments are loading...