For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશમાં ટ્રાવેલ કરતા પહેલા એક્સપોર્ટ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?

|
Google Oneindia Gujarati News

વિદેશમાં પ્રવાસ કરનારાઓને ખબર હશે કે આપ વિદેશમાં રજાઓ માણવા કે ફરવા જાવ અથવા તો કામ કરવાના હેતુથી જાવ, આપે વિદેશ જતા પહેલા એક્સપોર્ટ સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે.

એક્સપોર્ટ સર્ટિફિકેટ શું છે?
એક્સપોર્ટ સર્ટિફિકેટ આપને ભારતમાંથી લઇ જવાયેલી કોઇ પણ કિંમતી વસ્તુને ભારતમાં પરત લાવવાની મંજુરી આપે છે. આ વાત એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપ આપના વિદેશ પ્રવાસે આપની સાથે એક મોંધો કેમેરા લઇ ગયા છો. હવે જ્યારે આપ ફરીને પરત આવો છો ત્યારે કસ્ટમવાળા વિચારશે કે આ બ્રાન્ડ ન્યુ કેમેરા છે અને તેને આપે વિદેશથી ખરીદ્યો હશે, આ કારણે આપને ઇમ્પોર્ટ ડ્યુટી ભરવાનું કહી શકે છે. જો કે કસ્ટમ સત્તાવાળાઓ તેમની રીતે સાચા છે. કારણ કે તેઓ તેમની ડ્યુટી નિભાવી રહ્યા છે.

investment-2

એટલે સમજદારી દર્શાવતા આપે પણ આપની ફરજ નિભાવતા ભારતમાંથી બહાર જતા પહેલા કેમેરા અંગે એક્સપોર્ટ સર્ટિફિકેટ લઇ લેવું જોઇએ. જેથી પરત આવતા સમયે આપ દર્શાવી શકો કે આપે તેને ઇમ્પોર્ટ કર્યું નથી. આ સાથે ભારત પરત આવતા સમયે આપ ઇમ્પોર્ટ ડ્યુટી ભરવાથી પણ બચી શકો છો.

ભારતમાં કેવી રીતે અને ક્યાંથી મેળવવું એક્સપોર્ટ સર્ટિફિકેટ?
સર્ટિફિકેટ કેવી રીતે અને ક્યાંથી મેળવવાનું હોય છે તે જણાવતા પહેલા એક અત્યંત મહત્વની બાબત જણાવી દઇએ કે આ સર્ટિફિકેટ મેળવવા માટે આપે કોઇ પ્રકારે નાણા ચૂકવવાના રહેતા નથી. આ કારણે આપ એરપોર્ટ પર જુઓ તો સફેદ કપડાંમાં અધિકારીઓને જુઓ તો તે કસ્ટમ અધિકારીઓ હોય છે. તેઓ ઇમિગ્રેશન ક્લિયરન્સ કરતા હોય છે. આપ તેમનો સંપર્ક કરીને એક્સપોર્ટ સર્ટિફિકેટની માંગણી કરી શકો છો.

અહીં નોંધનીય છે કે વિદેશથી લાવવામાં આવતી કોઇ પણ ડ્યુટીપાત્ર વસ્તુની ડ્યુટી આપે ચૂકવવી પડે છે. પણ જો આપની પાસે એક્સપોર્ટ સર્ટિફિકેટ હશે તો આપે ડ્યુટી ચૂકવવી પડશે નહીં.

એક્સપોર્ટ સર્ટિફિકેટમા્ં વ્યક્તિનું નામ, પ્રોડક્ટના સીરિયલ નંબર અને ઓળખની અન્ય વસ્તુઓ હોવી જરૂરી છે.

English summary
How To Get An Export Certificate Before You Travel Abroad?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X