For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની 6 ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ભારતમાં ફુગાવાને હંમેશા નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. કારણ કે ભારતમાં ફુગાવાની ટકાવારી હંમેશા ઊંચી રહે છે. અમેરિકા જેવા દેશમાં ફુગાવો મોટા ભાગે 2 ટકાની અંદર રહે છે. જ્યારે ભારતમાં થોડા મહિના પહેલા છુટક કિંમત ફુગાવો વધીને બે આંક એટલે કે 10 ટકાથી પણ વધી ગયો હતો.

ભારત સરકાર આમ થવા પાછળ ક્રુડના ભાવમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં પુરવઠા આપુર્તિની નબળી વ્યવસ્થા વગેરે જેવા કારણ આગળ ધરી પોતાના હાથ બચાવે છે. ભારતમાં વધતા ફુગાવાથી ચિંતા વધે છે તેનું એક મોટું કારણ એ છે કે ફુગાવો વધતા આપની બચત ઓછી થઇ જાય છે.

આ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની ટિપ્સ...

ફુગાવો બચતને કેવી રીતે ખાઇ જાય છે?

ફુગાવો બચતને કેવી રીતે ખાઇ જાય છે?


વર્તમાનમાં કોઇપણ બેંકમાં વ્યાજનો સરેરાશ દર 9 ટકાની આસપાસ છે. અત્યાર સુધી ચુટક ફુગાવો પણ 9 ટકા ઉપર હતો. આપણે તેને વાર્ષિક 10 ટકા ધારીએ. આ મુજબ આપણે 100 રૂપિયા બેંક એફડીમાં મૂકીએ તો આવતા વર્ષે આપણને 109 રૂપિયા પાછા મળશે. જો કે ફુગાવો 10 ટકા હોવાથી આપણને રૂપિયા 110 મળવા જોઇએ. તેમ થતું નથી. એટલે કે આપણે એક રૂપિયો ઓછો મળ્યો. આમ થવાથી આપણી આવક ઘટે છે.

ફુગાવા સામે કેવી રીતે લડી શકાય?

ફુગાવા સામે કેવી રીતે લડી શકાય?


ફુગાવો વધારે રહેવાથી આપનું વળતર ઘટે છે. કારણ કે આપને ઓછું વ્યાજ મળે છે. આની સીધી અસર આપની મૂળ રકમ પર પડે છે. બીજા વર્ષે તે જેટલી વધવી જોઇએ તેટલી વધતી નથી. આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે વળતર વધારે મળે તેવું રોકાણ કરવું જોઇએ.

બેંક ડિપોઝિટમાંથી કંપની ડિપોઝિટમાં રોકાણ શરૂ કરો

બેંક ડિપોઝિટમાંથી કંપની ડિપોઝિટમાં રોકાણ શરૂ કરો


આ માટે પ્રથમ ટિપ્સ છે કે આપ ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવાને બદલે કંપનીમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરો. કારણ કે રાષ્ટ્રીય બેંકો કરતા કંપનીની ડિપોઝિટમાં વધારે વ્યાજ મળે છે.

નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ

નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ


નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં ઊંચું વળતર મળે છે. તેમાં 11થી 14 ટકાની રેન્જમાં વળતર મળે છે.

સારા સ્ટોકમાં રોકાણ

સારા સ્ટોકમાં રોકાણ


ભારતીય શેરબજારમાં અત્યારે રોકાણ કરવાનો સારો સમય છે તેમ કહેવું મુશ્કેલ છે. છતાં જ્યારે પણ તક મળે ત્યારે સારા શેર ઓછી કિમત ખરીદવા જોઇએ અને ઊંચી કિંમતે વેચવા જોઇએ. જેથી આપનું વળતર વધશે.

રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરો

રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરો


આપ લાંબા ગાળાનું રોકાણ કરવા માંગો તો શ્રેષ્ઠ વળતર માટે રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરવું જોઇએ. જેથી સારું વળતર મળે છે.

English summary
How to handle the inflation monster in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X