For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જાન્યુઆરી : આજે બજારની ચાલ કેવી રહેશે?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 જાન્યુઆરી : નવા કેલેન્ડર વર્ષના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારની ચાલ સામાન્ય જોવા મળે તેવી સંભાવના છે. કારણ કે વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસે અમેરિકન બજારમાં એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે યુરોપના બજારો સામાન્ય મજબૂતી સાથે બંધ રહ્યા હતા.

જો કે વર્ષ 2014અમેરિકન બજાર માટે સારૂ રહ્યું હતું અને ડાઓ જોન્સમાં વાર્ષિક સાડા સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. નાસ્ડેકમાં 13 અને S&Pમાં 11 ટકા સુધીનો વાર્ષિક ઉછાળો નોંધાયો છે.

stock-markets-5

યુરોપની વાત કરીએ તો વર્ષના અંતિમ દિવસે કેક અને ફુટસીમાં મામુલી ઉછાળા સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. જર્મન ઇન્ડેકસ ડેક્સ બંધ રહ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ફુટસી અઢી ટકા, કેક 0.7 ટકા અને ડેક્સ 2.6 ટકા જેટલો ઘટ્યો છે.

આજે ભારતીય માર્કેટને જે બાબતો અસર કરશે તેમાં નાણાંકીય વર્ષ 2015 માટે 4.1 ટકાની નાણાંકીય ખાધ સુધી પહોંચવાનું લક્ષ્ય સર કરવું સરકાર માટે મુશ્કેલ છે. એપ્રિલથી નવેમ્બર સુધીમાં લક્ષ્યના 99 ટકા સુધી પહોંચી ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત ટેક્સ કલેક્શનમાં સુસ્તીની અસર જોવા મળી છે.

ભારત સરકારે લીધેલા પગલાંની અસર હવે જોવા મળી શકે છે. ઇન્ડસ્ટ્રીની હાલતમાં સુધારાના સંકેત પ્રાપ્ત થઇ રહ્યા છે. નવેમ્બર મહિનામાં આઠ કોર સેક્ટરની ગ્રોથ 6.3 ટકાથી વધી 6.7 ટકા થયો છે. કોલસા, વિજળી અને સિમેન્ટ સેક્ટરની ગ્રોથથી જોવા મળી રહી છે.

નવા વર્ષમાં કારની ખરીદી લગભગ ચાર ટકા મોંઘી થશે. ગ્રાહકો પર એક્સાઇઝ ડ્યુટીમાં રાહત પાછી ખેંચાવાનું ભારણ લાગશે. જાણકારોના મતે ઇન્ડસ્ટ્રીને અસર થવાની શક્યતા ઓછી છે.

English summary
How Indian stock market perform today, January 1, 2015?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X