For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાં કેટલા પ્રકારના ખાતા ખોલી શકો છો?

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI પોતાના ગ્રાહકોને પર્સનલ બેન્કિંગ પોર્ટફોલિયો અંતર્ગત ઘણા પ્રકારની સુવિધા આપે છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI પોતાના ગ્રાહકોને પર્સનલ બેન્કિંગ પોર્ટફોલિયો અંતર્ગત ઘણા પ્રકારની સુવિધા આપે છે. ગ્રાહકોની જરૂર પ્રમાણે સેવિંગ્સ અકાઉન્ટથી લઈ નાના અકાઉન્ટની સુવિધા મળે છે. પોતાના માટે હોય કે બાળકોના લગ્ન કે અભ્યાસ માટે તમે SBIમાં જુદા જુદા પ્રકારના ખાતા ખોલાવી બચત કરી શકો છો.

આ પણ વાંચો: કેન્સલ ચેક શું છે? તેનો ઉપયોગ શું કેવી રીતે થાય છે?

SBI સેવિંગ બેન્ક અકાઉન્ટ

SBI સેવિંગ બેન્ક અકાઉન્ટ

SBI બચત બેન્ક ખાતું એક મૂળ ખાતું છે, જે ગ્રાહકોના પૈસા સાચવે છે. SBI 1 કરોડ રૂપિયા સુધીની જમા રકમ પર 3.5 ટકા વ્યાજ આપે છે. 1 કરોડ રૂપિયા કરતા વધુની જમા રકમ પર વાર્ષિક 4 ટકા વ્યાજ મળે છે.

SBI સેવિંગ્સ પ્લસ અકાઉન્ટ

SBI સેવિંગ્સ પ્લસ અકાઉન્ટ

SBI સેવિંગ્સ પ્લસ અકાઉન્ટ મલ્ટી ઓપ્શન ડિપોઝિટ સ્કીમ સાથે જોડાયેલું સેવિંગ્સ અકાઉન્ટ છે, જેમાં બચત બેન્ક ખાતાથી થ્રેસહોલ્ડ મર્યાદાથી ઉપર વધારાની રકમ સ્વચાલિત રીતે એફડી બની જાય છે. SBI બચત પ્લસ ખાતુ બનાવવા માટે મહિને સરેરાશ નક્કી બેલેન્સ રાખવું જરૂરી છે.

SBI કરન્ટ અકાઉન્ટ

SBI કરન્ટ અકાઉન્ટ

SBI ફર્મ, કંપની, સાર્વજનિક એકમ, વેપારીઓ વગેરે જેવા ગ્રાહકો માટે કરન્ટ અકાઉન્ટની સુવિધા આપે છે. SBI પ્રમાણે કરન્ટ બેન્ક અકાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટનું જ બીજું સ્વરૂપ છે જેમાં ખાતામાં બચેલી રકમ પ્રમાણે ઉપાડવાની મંજૂરી અપાય છે. અથવા ખાતામાં જમા રકમ કરતા પણ વધુ ઉપાડવાની મંજૂરી મળે છે. એક ચાલુ ખાતું સામાન્ય રીતે રોજબરોજ લેવડ દેવડ મેનેજ કરવા માટે બેસ્ટ છે. વ્યક્તિગત બેન્કિંગ શાખા માટે માસિક સરેરાશ રકમ 10 હજાર રૂપિયા છે. જ્યારે બિન ગ્રામીણ માટે આ રકમ 5 હજાર છે. ગ્રામીણ શાખા માટે આ રકમ 2,500 રૂપિયા છે.

SBI સ્મોલ અકાઉન્ટ

SBI સ્મોલ અકાઉન્ટ

જે ગ્રાહકો પાસે KYC દસ્તાવેજ નથી હોતા તેમના માટે સ્મોલ અકાઉન્ટની સુવિધા ઉપલબ્ધ છે. SBI સ્મોલ અકાઉન્ટ 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે. SBI ડોક્યુમેન્ટ આપ્યા બાદ આ સ્મોલ અકાઉન્ટ નિયમિત સેવિંગ્સ ખાતું બની શકે છે.

SBI બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ ખાતું

SBI બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ ખાતું

SBIનું મૂળ બચત બેન્ક જમા ખાતું શૂન્ય બેલેન્સ બચત ખાતાનો જ પ્રકાર છે. અને ગ્રાહકો કોઈ લઘુત્તમ બેલેન્સ રાખ્યા વગર આ ખાતું ખોલાવી શકે છે. જેની પાસે જરૂરી KYC દસ્તાવેજ હોય તે તમામ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. SBIના BSBD ખાતા મુખ્ય તો ગરીબ વર્ગ માટે છે, જેથી તેઓ કોઈ ફી કે કોઈ ભાર વગર બચત કરી શકે. SBI હાલ બચત ખાતામાં વાર્ષિક 1 કરોડની રકમ જમા કરવા પર વાર્ષિક 3.5 ટકાના દરે વ્યાજ આપે છે.

English summary
you can open these types of accounts at SBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X