For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બેન્કોમાં ખોલી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ

તમને જાણીને ખુશી થશે કે દેશની ચાર મોટી બેન્કમાં ઝીરો બેલેન્સ સેવિંગ્સ અકાઉન્ટ ખુલવાની સુવિધા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

તમને જાણીને ખુશી થશે કે દેશની ચાર મોટી બેન્કમાં ઝીરો બેલેન્સ સેવિંગ્સ અકાઉન્ટ ખુલવાની સુવિધા મળી રહી છે. હંમેશા એવું થાય છે કે ખાતામાં મિનિમમ બેલેન્સ ન જળવાવાને કારણે બેન્ક ગ્રાહકો પાસેથી પેનલ્ટી વસુલે છે.

જણાવી દઈએ કે 2017માં SBIએ ખાતામાં મિનીમમ બેલેન્સ ન હોવાને કારણે ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા પેનલ્ટી તરીકે વસુલ્યા હતા. આ જ વર્ષે જૂનમાં SBIના સેવિંગ્સ અકાઉન્ટની મિનિમમ બેલેન્સ લિમિટ વધારીને 5 હજાર રૂપિયા કરાઈ છે. જેનો ખૂબ વિરોધ થયો હતો. વિરોધ બાદ મેટ્રો શહેર માટે આ લિમિટ 3 હજાર રૂપિયા, શહેરી વિસ્તારો માટે 2 હજાર અને ગ્રામીણ વિસ્તારો માટે 1 હજાર રૂપિયા કરાઈ છે.

આ પણ વાંચો: દિવાળી પર મળતા બોનસનો આ રીતે કરો ઉપયોગ

આ બેન્કમાં ખોલાવી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ

આ બેન્કમાં ખોલાવી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ

SBI, PNB તરફથી ગ્રાહકોને ઝીરો બેલેન્સ ખાતું ખોલવાની સુવિધા મદદગાર સાબિત થઈ શકે છે. બીજી તરફ પ્રાઈવેટ સેક્ટરમાં HDFC અને ICICI બેન્ક પણ ઝીરો બેલેન્સ ખાતુ ખોલવાની સાથે મફતમાં ડેબિટ એટીએમ અને ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા આપી રહ્યા છે.

SBIમાં ખોલી શકો છો સિંગલ કે પછી જોઈન્ટ એકાઉન્ટ

SBIમાં ખોલી શકો છો સિંગલ કે પછી જોઈન્ટ એકાઉન્ટ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઝીરો બેલેન્સ અકાઉન્ટ સિંગલ કે પછી જોઈન્ટ ખોલાવી શકાય છે. આ સાથે જ SBI ગ્રાહકોને રૂપે એટીએમ કાર્ડ પણ આપે છે. જેના માટે કોઈ વાર્ષિક ચાર્જ નથી વસુલાતો. સાથે જ ઈલેક્ટ્રોનિક મોડ NEFT/RTGS સર્વિસ પણ ફ્રી હશે. આ ઉપરાંત અકાઉન્ટમાં જમા રોકડ પર 3.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળશે.

પંજાબ નેશનલ બેન્કમાં એક મહિનામાં અનલિમિટેડ ડિપોઝિટની સુવિધા

પંજાબ નેશનલ બેન્કમાં એક મહિનામાં અનલિમિટેડ ડિપોઝિટની સુવિધા

પંજાબ નેશનલ બેન્ક ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલવાની સાથે જ એક મહિનામાં અનલિમિટેડ ડિપોઝિટની સુવિધા આપે છે. તો એટીએમથી એક મહિનામાં વધુ ચાર વખત મફત પૈસા ઉપાડવાનો વિકલ્પ પણ છે. એટીએમ કાર્ડ પર કોઈ ચાર્જ નથી વસુલાઈ રહ્યો. આ ઉપરાંત અકાઉન્ટમાં 50 લાખથી વધુની રકમ પર 4 ટકા વ્યાજ અપાઈ રહ્યું છે. તો 50 લાખથી ઓછી રકમ પર 3.5 ટકાના દરે વ્યાજ ચૂકવાઈ રહ્યું છે.

ICICI બેન્કમાં ફ્રીમાં રૂપે કાર્ડ અને પાસબુક

ICICI બેન્કમાં ફ્રીમાં રૂપે કાર્ડ અને પાસબુક

તો ICICI બેન્ક તરફથી ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલવા પર અકાઉન્ટ હોલ્ડરને ફ્રીમાં રૂપે કાર્ડ અને પાસબુકની સુવિધા મળી રહી છે. આ ઉપરાંત એસબીઆઈ એટીએમથી રોજ 10 હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા પણ મળી રહી છે. આ માટે કોઈ ચાર્જ નહીં વસુલાય. બાકી બેન્કની જેમ ICICI બેન્ક પણ 50 લાખથી ઓછી રકમ પર 3.5 ટકા અને 50 લાખથી વધુની રકમ પર 4 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

HDFC બેન્કમાં ફ્રી કેશ, રૂપે કાર્ડની સાથે ચેક ડિપોઝિટ

HDFC બેન્કમાં ફ્રી કેશ, રૂપે કાર્ડની સાથે ચેક ડિપોઝિટ

HDFC બેન્ક ગ્રાહકોને ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. જો કે સાથે જ ગ્રાહકોને ફ્રીમાં કેશ, રુપે કાર્ડ અને ચેક ડિપોઝિટની સુવિધા પણ આપે છે. સાથે જ ATM, RTGS, NEFT જેવી સુવિધા એક મહિનામાં ચાર વખત ફ્રીમાં મળશે. બેન્ક 50 લાખથી વધુની રકમ પર 4 ટકા અને 50 લાખથી ઓછી રકમ પર 3.5 ટકાના દરે વ્યાજ આપે છે.

English summary
these banks offering zero balance savings account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X