For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરશો?

|
Google Oneindia Gujarati News

કોમોડિટી ટ્રેડિંગ આપને ઓછા સમયમાં વધારે વળતર આપે છે. ટ્રેડિંગમાં નવા આવેલા લોકોને કોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું તે અંગે ખાસ માહિતી નહીં હોવાથી તેઓ કોમોડિટી ટ્રેડિંગ શરૂ કરી શકતા નથી. આવો જ પ્રશ્ન આપને થઇ રહ્યો હોય તો આપને અમે સમગ્ર પ્રક્રિયા જણાવીશું. જો કે કોમોડિટી ટ્રેડિંગ વિશે જાણતા સમયે સૌથી પહેલા કોમોડિટી ટ્રેડિંગ શું છે તે જાણવું જરૂરી છે.

ભવિષ્ય માટે કરવામાં આવે છે સોદા

ભવિષ્ય માટે કરવામાં આવે છે સોદા


એક વાત જરૂર યાદ રાખો કે કોમોડિટી માર્કેટમાં ખરીદી અને વેચાણ સામાન્ય બજારની જેમ હોતી નથી. અહીં ભવિષ્ય માટે ટ્રેડિંગ કરવામાં આવે છે. એટલે કે અહીં જે પણ સોદો થાય તે ભવિષ્ય માટે કરવામાં આવે છે.

વિશ્લેષણો અને અનુમાનો પર બાજ નજર

વિશ્લેષણો અને અનુમાનો પર બાજ નજર


આ સોદા કરવા માટે વિશ્લેષણ અને અનુમાનો પર ચાલવું પડે છે. સોદાનો દિવસ આવે ત્યારે ટ્રેડર સોદો કાપી શકે છે. અથવા તે ચાહે તો તેને ડિલિવરી પણ લઇ શકે છે.

ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું

ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું


કોમોડિટી ટ્રેડિંગ શરૂ કરતા પહેલા આપે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું પડે છે. કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવતા પહેલા આપે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપ જે બ્રોકર પાસે એકાઉન્ટ ખોલાવવા માંગતા હોવ તેણે અગ્રણી કોમોડિટી એક્સચેન્જ જેવા કે એમસીએક્સ, એનસીડીઇએક્સ વગેરેની સભ્યતા મેળવી હોય.

બ્રોકરેજ હાઉસની ચકાસણી

બ્રોકરેજ હાઉસની ચકાસણી


બ્રોકરેજ હાઉસ કોમોડિટી એક્સચેન્જનું સભ્ય છે કે નહીં તે જાણવા માટે આપ કોમોડિટી એકસચેન્જની સાઇટ પર જઇને બ્રોકર્સની યોદી ચકાસી શકો છો.

કોમોડિટી એકાઉન્ટ ખોલાવવા શું જરૂરી?

કોમોડિટી એકાઉન્ટ ખોલાવવા શું જરૂરી?


કોમોડિટી ટ્રેડિંગ ખાતું ખોલાવવા માટે આપની પાસે પાન કાર્ડ, એડ્રેસ પ્રુફ અને બેંક ખાતું હોવું જરૂરી છે. આપને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત બજારમાં ચાલી રહેલા સોદાઓ અંગે સતત અપડેટ રહેવું પણ જરૂરી છે.

English summary
How to start Commodity Trading?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X