For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો બાળકો માટે બેન્ક અકાઉન્ટ કેવી રીતે ખોલી શકાય

બાળકોનું બેન્ક ખાતું ખોલવુ ખૂબ જ સરળ છે. જ્યારે બાળકો મોટા થાય, ત્યારે પોતાના બાળકોના નામે બચત અને રોકાણ કરવું હંમેશા યોગ્ય હોય છે.

|
Google Oneindia Gujarati News

બાળકોનું બેન્ક ખાતું ખોલવુ ખૂબ જ સરળ છે. જ્યારે બાળકો મોટા થાય, ત્યારે પોતાના બાળકોના નામે બચત અને રોકાણ કરવું હંમેશા યોગ્ય હોય છે. તમે નિયમિત રીતે નાની રકમથી બચતની શરૂઆત કરી શકો છો. કોઈ પણ રોકાણ માટે નિયમિત બચતની આવક જરૂરી છે.

જો બચત કરવી અઘરી છે, તો તમે સગીર બાળકના નામ પર એક અલગ ખાતું ખોલાવી શકો છો. અને તેમાં નિયમિત રકમ જમા કરાવી શકો છો. જેનાથી પૈસાની બચત પણ થશે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ ચૂકવણી, ખર્ચ કે પછી રોકાણ માટે પણ કરી શકાય છે.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે બાળકો માટે બેન્કનું ખાતુ ખોલી શકાય છે.

માતાને ખાતાના ગાર્ડિયન બનાવવામાં આવે છે

માતાને ખાતાના ગાર્ડિયન બનાવવામાં આવે છે

જે બાળકોનું ધ્યાન તેમના માતા રાખતા હોય, તેવા સગીર બાળકોના બચત ખાતા ખોલવાની બેન્કને મંજૂરી અપાય છે. આ ખાતામાંથી બાળકના વાલીઓને વધુ રકમ ઉપાડવાની મંજૂરી નથી હોતી, તેથી બચત વધુ થાય છે.

બાળકો જાતે જ ખાતાનો ઉપયોગ કરી શકે છે

બાળકો જાતે જ ખાતાનો ઉપયોગ કરી શકે છે

10 વર્ષથી વધુ ઉંમરના સગીર બાળકો પોતાની જાતે જ બેન્ક ખાતું ખોલી શકે છે કે તેનો ઉપયોગ કરી શકે છે. જો કે તેમાં રિસ્ક કેટલું છે, તે જોઈને આ ઉંમર અને રકમ કેટલી હશે તે નક્કી કરવાનો અધિકાર બેન્કનો છે.

ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા

ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા

તમે ઈન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ચેકબુક જેવી બેન્કની સુવિધાનો પણ લાભ મેળવી શકો છો. સગીર બાળકના નામે તેના વાલીને ચેકબુક આપવામાં આવે છે.

સાચા વાલી દ્વારા જ વપરાવું જોઈએ બેન્ક એકાઉન્ટ

સાચા વાલી દ્વારા જ વપરાવું જોઈએ બેન્ક એકાઉન્ટ

પુખ્ત થઈ ગયા પછી બાળકના ખાતામાં કેટલી રકમ છે, તે ચેક કરવું જોઈએ. અને સાથે એ પણ ચેક કરવું જોઈએ કે બાળકના બાયોલોજિકલ માતા પિતા દ્વારા જ આ ખાતાનો ઉપયોગ કરાયો છે કે નહીં.

હસ્તાક્ષરની નવી પ્રિંન્ટ રાખવી જોઈએ

હસ્તાક્ષરની નવી પ્રિંન્ટ રાખવી જોઈએ

સહીનો નવો નમૂનો અને અન્ય નિર્દેશ સાથે રાખવા જોઈએ. ક્યારે પણ ઉપયોગમાં લેવા માટે આ પુરાવા સાચવવા જરૂરી છે.

બાળકોને સમજાવો બેન્ક ખાતાનું મહત્વ

બાળકોને સમજાવો બેન્ક ખાતાનું મહત્વ

તમારા બાળકોને પૈસાનું મહત્વ સમજાવવા અને ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે આ પ્રકારના બેન્ક ખાતા ખોલી શકાય છે.

બાળકોના ખાતા માટે જરૂરી દસ્તાવેજ

બાળકોના ખાતા માટે જરૂરી દસ્તાવેજ

  • જન્મ પ્રમાણપત્ર
  • જન્મ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર
  • જન્મ તારીખ દર્શાવતું રિપોર્ટ કાર્ડ
  • ફોટો અને જન્મ તારીખ દર્શાવતું સ્કૂલનું આઈડી કાર્ડ
વાલી માટે જરૂરી દસ્તાવેજ

વાલી માટે જરૂરી દસ્તાવેજ

  • વાલીની સહી ધરાવતું સગીરની અરજી પત્ર
  • વાલીનો ફોટો
  • ખાતું ખોલવા માટેનું સહી કરેલું ફોર્મ
  • જો તે બાયોલોજિકલ પેરેન્ટ નથી તો કોર્ટ દ્વારા નિયુક્ત કરવા જરૂરી છે.
ટેક્સમાં બચત

ટેક્સમાં બચત

સગીર બાળકોના ખાતામાં મળતા વ્યાજને વાલીની આવક સાથે જ ગણવામાં આવે છે, અને આવકવેરાના નિમય મુજબ તેના પર ટેક્સ લાગે છે.

English summary
How To Open Bank Account For Kids?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X