For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાને 2020 સુધી મળી જશે 5જી ટેક્નોલોજી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શંઘાઇ, દુનિયાભરના લોકો વચ્ચે 4જી મોબાઇલ ટેક્નોલોજી લોકપ્રિય થયા બાદ ઉપકરણ બનાવનાર ચીનની કંપની હુઆવેઇ ટેક્નોલોજીજે કહ્યું હતું કે તે પાંચમી પેઢી (5જી) પર કામ કરી રહી છે જેને 2020 સુધી ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.

કંપનીએ કહ્યું હતું કે હાલમાં 200 લોકો આ પરિયોજના પર કામ કરી રહ્યાં છે અને કંપનીએ ટેક્નોલોજી પર સંશોધન તથા વિકાસ માટે એક નિશ્વિત રકમ નક્કી કરવામાં આવી છે, જો કે કંપનીએ આ રકમના વિવરણ અંગે મનાઇ કરી દિધી છે.

હુઆવેઇ ટેક્નોલોજીજના અધિકારી વેન તોંગે કહ્યું છે કે 2020 સુધી અરબોની સંખ્યામાં કનેક્શન હશે અને 5જી વ્યાપક કનેક્ટિવિટી ઉપબ્ધ કરાવી શકે છે. આ ટેક્નોલોકી લોકોને એક વાયરલેસ કનેક્શન પર ફાઇબર નેટવર્ક જેવી સુવિધા પુરી પાડવામાં સક્ષમ હશે.

mobile

તેમને કહ્યું હતું કે આ 10 જીબીપીએસની સ્પીડ ઉપલબ્ધ કરાવી શકે છે હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ ટેક્નોલોજી કરતાં 100 કરી વધારે ઝડપી હશે. દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગે પણ જાહેર કરી છે કે તેને 5જી ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે અને આ 2020 સુધી વ્યાવસાયિક રીતે ઉપયોગ માટે પુરી પાડવામાં આવશે.

English summary
As people across the world get used to the fourth generation (4G) mobile technology, Chinese equipment maker Huawei Technologies has said it is working on the fifth generation (5G), which is likely to be available for use by 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X