For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હુમાના હસ્તે લોન્ચ થયો સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ 2

|
Google Oneindia Gujarati News

મુંબઇ ખાતે બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી દ્વારા સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ 2ને લોન્ચ કરવામાં આવ્યો હતો. સેમસંગ દ્વારા આ સ્માર્ટફોનને મિડ રેન્જમાં ઉતારવામાં આવ્યો છે. 5.2 ઇન્ચ સ્ક્રીન સાથે ગ્રાન્ડ 2માં ડ્યુલ સિમ સપોર્ટ આપવામાં આવ્યા છે. કંપનીએ ગ્રાન્ડ 2 અંગે ગયા મહિને જાહેરાત કરી હતી. તેની ડિઝાઇન શાનદાર છે, જે નોટ 2ને મળતી આવે છે. સેમસંગે ગ્રાન્ડ 2માં ફોકસ લેધર ટાઇપ મટેરિયલનો ઉપયોગ કર્યો છે, જેથી લોકોને ફોનના મટેરિયલ ક્વાલિટી સામે કોઇ ફરિયાદ ના રહે.

ગ્રાન્ડ 2માં આપવામાં આવેલા ફીચર અંગે વાત કરવામાં આવે તો ફોનમાં આપવામાં આવેલી 5.25 ઇન્ચની સ્ક્રીનમાં 1280 x 720 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યું છે. ક્વોડ કોર પ્રોસેસરથી લૈસ હેન્ડસેટમાં 1.5 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેાં 64 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. આ માટે ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમરા સાથે ઓટો ફોકસ અને લિડ ફ્લેશ લાઇટ પણ આપવામાં આવી છે.

પ્રાઇમરી કેમેરા 1080 ફુલ એચડી રેકોર્ડિંગને સપોર્ટ કરે છે, જ્યારે વીડિયો કોલિંગ માટે 1.9 મેગા પિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. ગ્રાન્ડ 2માં એન્ડ્રોઇડ જેલીબીન 4.3 વર્ઝન પર રન કરે છે. પ્રી લોડેડ એપ્લીકેશન્સમાં યુઝરને ગ્રાન્ડ 2માં ચેટ ઓન, સેમસંગ હબ, એસ હેલ્થ, ગ્રુપ પ્લે, એસ ટ્રાવેલ, એસ ટ્રાન્સલેટર, સેમસંગ લિંક અને સ્ટોરી એલ્બમ એપ્લીકેશન મળશે. વધુ લાંબી બેટરી માટે ફોનમાં 2600 એમએએચ બેટરી આપવામાં આવી છે, જે 17 કલાકનો ટોક ટાઇમ અને 10 કલાકનો નોન સ્ટોપ મ્યુઝિક પ્લે બેક ટાઇમ આપે છે.

આ ઉપરાંત તેમાં ડ્યુલ સિમ ફંક્શન અને વાઇફાઇ, બ્લુટૂથ, જીપીએસ, પ્લસ ગ્લોનાસ અને 2.0 યુએસબી સપોર્ટ આપવામાં આવ્યું છે. ગ્રાન્ડ 2 જાન્યુઆર 2014માં બજારમાં મળવાની શરૂઆત થઇ જશે તેવી આશા રાખવામાં આવી છે, ગ્રાન્ડ 2ની કિંમત અંગે વાત કરવામાં આવે તો 22,990થી લઇને 24,900 રૂપિયાની વચ્ચે હશે. તો ચાલો તસવીરો થકી જાણીએ અન્ય શું ખાસ વાત છે આ સ્માર્ટફોનમાં.

પ્રીમિયમ ક્વોલિટી

પ્રીમિયમ ક્વોલિટી

સેમસંગે તેમાં ફોકસ લેધરનો ઉપયોગ કર્યો છે, જે સાધારણ પ્લાસ્ટિકની તુલનામાં વધુ સારી ક્લોલિટી આપે છે.

મોટી 5.2 ઇન્ચ સ્ક્રીન

મોટી 5.2 ઇન્ચ સ્ક્રીન

ગ્રાન્ડ 2માં 5.2 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 720 પિક્સલ એચડી સપોર્ટ કરે છે, એટલે કે તમે ફોનમાં હાઇક્વોલિટી એન્ટરટેઇનમેન્ટની મજા લઇ શકો છો.

ક્વોડ કોર પ્રોસેસર

ક્વોડ કોર પ્રોસેસર

ગ્રાન્ડ 2માં ક્વોડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેમાં આ સ્મૂથ અને ફાસ્ટ પ્રોસેસિંગ સ્પીડ આપે છે.

ડ્યુલ સિમ

ડ્યુલ સિમ

આજકાલ મોટાભાગના સ્માર્ટફોન્સમાં ડ્યુલ સિમ કનેક્ટિવિટી સપોર્ટ આપવામાં આવે છે, ગેલેક્સી ગ્રાન્ડ 2ને પણ ડ્યુલ સિમ સપોર્ટ સાતે બજારમાં ઉતારવામાં આવ્યો છે.

લોન્ડ લાસ્ટિંગ બેટરી

લોન્ડ લાસ્ટિંગ બેટરી

હેન્ડસેટમાં 2600 એમએએચ બેટરી લાગેલી છે, જે તમને લાંબી બેટરી બેક આપ આપે છે, એટલેકે તમે નિશ્ચિંત થઇને એપ્લીકેશન, મ્યુઝિક અને વીડિયોની મજા લઇ શકો છો.

English summary
Bollywood actress Huma Qureshi launches Samsung Galaxy Grand 2 in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X