For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીયોને ટક્કર આપવા Ideaનો નવો પ્લાન 357માં બધુ અનલિમિટેડ

આઇડિયાએ જીયોની કરતા પણ સસ્તો 357 રૂપિયાનો એક નવો પ્લાન લાવ્યો છે. ત્યારે આ નવા પ્લાનમાં શું છે ખાસ તે જાણો અહીં. સાથે જ જીયો સાથે તેને કરો કમ્પેર. વિગતવાર વાંચો અહીં .

By Chaitali
|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયોને ટ્કકર આપવા માટે પ્રીપેટ અને પોસ્ટપેડ પ્લાનની કિંમત અને વેલેડિટીમાં આઇડિયા સમેત અનેક કંપનીઓએ ફેરબદલ કર્યા છે. જેનો સીધો લાભ હાલ ગ્રાહકો મેળવી રહ્યા છે. એરટેલ પછી આઇડીયાએ પણ પોતાના ગ્રાહકો માટે સારા પ્લાન નીકાળ્યા છે. જેના ઓછી કિંમતે ગ્રાહકોને વધુ લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વોડાફોન અને એરટેલના પ્લાન પછી આઇડિયાએ પણ અનલિમિટેડ પ્લાન બહાર પાડ્યો છે. જેમાં આઇડિયાએ તેના ગ્રાહકોને 1 જીબી ડેલી લિમિટ સાથે અનલિમિટેડ કોલિંગ વાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 357 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પ્લાન માર્કેટમાં જીયોના 399 રૂપિયાના પ્લાનને ટક્કર આપી શકે તે માટે ખાસ બનાવવામાં આવ્યો છે. અને જીયોથી પણ ઓછી કિંમતે આઇડિયા તેના ગ્રાહકોને 1 જીબી ફ્રી ઇન્ટરનેટ સમેત ધણી બધી સુવિધાઓ આપી રહ્યું છે. ત્યારે આઇડિયાના આ નવા પ્લાન વિષે વિગતવાર જાણો અહીં...

શું છે પ્લાનની વેલેડિટી?

શું છે પ્લાનની વેલેડિટી?

આઇડિયાનો 357 રૂપિયાનો આ પ્લાન ગ્રાહકોને રોજના 1 જીબી 4જી ડેટા આપી રહ્યો છે. સાથે જ લોકલ અને એસટીડી કોલિંગ ફ્રી છે. આ સિવાય કસ્ટમરને રોજના 100 SMS પર મફત મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની જ છે. જો જીયોના 399 પ્લાનની સાથે આ પ્લાનને સરખાવવામાં આવે તો ફરક એટલો જ છે કે આઇડિયાનો પ્લાન એક મહિનાનો છે અને જીયોનો 70 દિવસનો પ્લાન છે. જેમાં ઉપરોક્ત અનલિમિટેડ કોલિંગ સમેત તમે ફ્રી રોમિંગ અને ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી છે.

આઇડિયાના પ્લાનની ખાસિયત

આઇડિયાના પ્લાનની ખાસિયત

આઇડિયાના આ 357 રૂપિયાના પ્લાન સિવાય આઇડિયાએ એક 498 રૂપિયાનો પ્લાન પણ નીકાળ્યો છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને 70 દિવસની વેલિડિટી સાથે રોજના 1 જીબી ડેટા અને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી છે. પણ ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ પ્લાન આઇડિયાએ ખાલી દિલ્હી અને એનસીઆર સર્કલના ગ્રાહકો માટે જ બહાર પાડ્યો છે. તેમ છતાં આઇડિયાના ગ્રાહકો આ 1 મહિનાની સ્કીમથી પણ ખુશ છે તેમ જાણવા મળ્યું છે.

એરટેલને પછાડ્યું આઇડીયાએ

એરટેલને પછાડ્યું આઇડીયાએ

તમને જણાવી દઇએ કે જીયોના માર્કેટમાં આવવાની સાથે જ આઇડિયા અને વોડફોન એકબીજા સાથે પોતાના મર્ઝરની જાહેરાત કરી હતી. ત્યારે આ બન્ને કંપનીઓ જ્યાં એક બીજા સાથે જોડાઇ ગઇ છે ત્યારે તેણે એરટેલને બીજા નંબરે ખસેડીને ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની બની ગઇ છે. અને આ માટે જ આવનારા સમયમાં આઇડિયા અને વોડફોન તેના વિશાળ ગ્રાહક વર્ગને પોતાની પાસે સાચવી રાખવા માટે નીતનવી સ્ક્રીમ લાવી રહ્યા છે. જેથી જીયોના કારણે તેમના ગ્રાહકો તેમનાથી દૂર ના થાય.

જીયો પ્લાન

જીયો પ્લાન

ઉલ્લેખનીય છે કે જીયો પર તેના પ્લાનમાં હાલમાં જ ફેરફાર લાવ્યા છે. જીયોએ પણ તેના 399 પ્લાનની વેલિડિટી ઓછી કરી લીધી છે. અને એટલું જ નહીં આ સિવાય પણ તેણે તેના બીજા પોપ્યુલર પ્લાનની વેલિડિટી ઓછી કરી છે. જો કે સાથે જ નવા પ્લાન પણ લાવ્યા છે. તેમ છતાં ગ્રાહકોને જીયોના આ નવા ફેરફારથી થોડોક આંચકો તો જરૂરથી લાગ્યો છે

English summary
Idea Launches Rs. 357 Plan plan to counter reliance jio. Read More Detail Here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X