અર્થ વ્યવસ્થાનો તડગો ઝટકો લાગ્યો છે, મોંધવારી વધી છે

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર ભલે અર્થવ્યવસ્થા મજબૂત હોવાની વાતો કરતી હોય પણ અર્થશાસ્ત્રને લઇને જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી તમામને મોટો ઝટકો લાગી શકે છે. આ વખતે રિટેલ ફુગાવો ફરી એક વાર વધ્યો છે. સાથે જ ઔદ્યોગિક વિકાસ દર પણ ઓછો થયો છે. જે ગત ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે.
મોંધવારી દરફેબ્રુઆરીમાં ઔદ્યોગિક વિકાસ દરનો ગ્રોથ ઘટીને માઇનસમાં જતો રહ્યો છે. ત્યાં જ રિટેલ મોંધવારી દરમાં વધારો જોવા મળ્યો છે.

vegetable

મોંધવારીની વાત કરીએ તો માર્ચમાં રિટેલ મોંધવારી ગત મહિનાની કરતા 0.16 ટકા વધી 3.81 ટકા પહોંચી ગઇ છે. ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધી 3.65 ટકા રહ્યો હતો. ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો આઇઆઇપી -1.2 ટકા થઇ ગયું છે. આ આંકડા ગત ચાર મહિનામાં કરતા સૌથી નીચે આવી ગયા છે. જાન્યુઆરીના આંકડા જોઇએ તો તે સમયે વૃદ્ધિ દર 2.7 ટકા હતો.

આ આંકડાઓ જોઇને જાણકારોએ અનેક સવાલ ઊભા કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઇ જલ્દી જ રિટેલ મોંધવાર દર ઓછા કરવા માટે કોઇ યોગ્ય પગલાં લેશે. સાથે જ આઇઆઇપીના ગ્રોથને લઇને પણ પ્રયાસ કરવામાં આવશે. જેથી કરીને આંકડામાં સુધારો આવે.

English summary
IIP contracts 1.2% to a four month low in February, retail inflation jumps 3.81 in march.
Please Wait while comments are loading...