બજેટ રજૂ થયા પછી હવે તમારા પગાર પર કેટલો ટેક્સ લાગશે?

Written By:
Subscribe to Oneindia News

સરકારે વર્ષ 2017-18નું બજેટ રજૂ કરી દીધું છે. આ વખતના બજેટમાં કર છૂટની સીમા વધારવામાં નથી આવી, પરંતુ એક સ્લેબ પર લાગતો ટેક્સ અડધો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે એ સ્લેબના વ્યક્તિઓને ઘણી રાહત મળશે. સરકારે 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને મોટી રાહત આપી છે. આવો જાણીએ આ વર્ષના બજેટ પછી હવે કેટલી આવક પર કેટલો ટેક્સ લાગશે?

અહીં વાંચો - #Budget2017: રાહુલ ગાંધીએ કહ્યું, આ શેરો-શાયરીનું બજેટ છે

budget
  • જો તમારી આવક 2.5 લાખ રૂપિયા કે તેથી ઓછી છે, તો તમારી પર કોઇ ટેક્સ નહીં લાગે.
  • જો તમારી આવક 2.5 લાખથી 5 લાખની વચ્ચે છે, તો તમારી આવક પર 5 ટકા ટેક્સ લાગશે. પહેલાં આ ટેક્સ 10 ટકા હતો, જે હવે ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે. આ સિવાય આવકવેરા પર 3 ટકા એજ્યુકેશન સેસ લાગશે.
  • જો તમારી વાર્ષિક આવક પ લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની છે, તો તમારે આવકના 20 ટકા ટેક્સ ભરવાનો રહેશે અને સાથે જ આવકવેરા પર 3 ટકા એજ્યુકેશન સેસ લાગશે.
  • તમારી વાર્ષિક આવક 10 લાખથી 50 લાખની વચ્ચે હોય તો 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે અને આવકવેરા પર 3 ટકા એજ્યુકેશન સેસ લાગશે.
  • 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે અને સાથે જ આવકવેરા પર 10 ટકા સરચાર્જ અને આવકવેરાના 3 ટકા એજ્યુકેશન સેસ રૂપે ભરવાના રહે છે.
  • જો તમારી વાર્ષિક આવક રૂપિયા 1 કરોડથી વધુ હોય તો તમારે 30 ટકા ટેક્સ અને આવકવેરાના 15 ટકા સરચાર્જ ભરવાનો રહે છે. સાથે જ 3 ટકા એજ્યુકેશન સેસ પણ આપવાનો રહે છે.
English summary
Impact of budget 2017 on your personal income, salary. How much tax you have to pay as per your salary?
Please Wait while comments are loading...