For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને 80 દેશો સાથે મોટી વેપાર ખાધ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓગસ્ટ : ભારત વિશ્વમાં અનેક દેશો સાથે વેપાર સંબંધો ધરાવે છે. જો કે તેમાંથી ઘણા દેશો સાથે તેની વેપાર ખાધ છે. આ અંગેના આંકડા લોકસભાના ચોમાસુ સત્રમાં આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર વર્ષ 2012-13માં ભારતને ચીન, ઓસ્ટ્રેલિયા અને ઈરાક સહિત 80 જેટલા દેશો સાથે વ્યાપારની ખાધ રહી હતી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ સોમવારે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું કે ભારતને જેમની સાથે વ્યાપારમાં ખાધ રહી છે તેવા ટોપ 10 દેશોમાં ચીન, સ્વિટ્ઝરલેન્ડ, સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, કતર, વેનેઝુએલા, નાઈજિરીયા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આ દેશો સાથે આપણા દ્વિપક્ષી વ્યાપારમાં રહેલી ખાધની ટકાવારી 76.5 ટકા જેટલી છે.

anand-sharma

વર્ષ 2012-13 દરમિયાન ભારતની નિકાસનો આંક 300.3 અબજ ડોલર હતો જ્યારે આયાત 491.9 અબજ ડોલર હતી. વ્યાપાર ખાધ 191.6 અબજ ડોલર હતી. વૈશ્વિક આર્થિક મંદી, યુરોપમાં ધિરાણની કટોકટી તથા વિકસીત દેશોમાં મંદીને કારણે ભારતની નિકાસ પર માઠી અસર પડી હતી.

આ ઉપરાંત પેટ્રોલિયમ ઉત્પાદનો, ફર્ટિલાઈઝર્સ, સોનું, ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધી ગયા છે. આ તમામની માગ વધી છે. તેને લીધે આયાતનું પ્રમાણ વધ્યું અને વિદેશી હુંડિયામણનો ખર્ચ પણ વધ્યો છે. આ કારણે પરિણામે વ્યાપાર ખાધમાં વધારો થયો છે.

English summary
India has huge trade deficit with 80 countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X