માત્ર 868 રુપિયામાં હવાઇયાત્રા, 2 દિવસ બાકી

Subscribe to Oneindia News

એરલાઇન કંપનીની આ ઓફર 8 નવેમ્બર સુધી જ છે. આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવવા પર તમે 11 જાન્યુઆરી, 2017 થી 11 એપ્રિલ, 2017 વચ્ચે યાત્રા કરી શકો છો.

indigo

વિમાન કંપની ઇંડિગોએ પોતાના ગ્રાહકો માટે સસ્તી હવાઇ સેવા આપવાની એક શાનદાર ઓફર શરુ કરી છે. આ ઓફર હેઠળ તે માત્ર 868 રુપિયામાં હવાઇ યાત્રા કરવાનો મોકો આપી રહી છે. એરલાઇન કંપનીની આ ઓફર 8 નવેમ્બર સુધી જ છે. આ ઓફર અંતર્ગત ટિકિટ બુક કરાવવા પર તમે 11 જાન્યુઆરી, 2017 થી 11 એપ્રિલ, 2017 વચ્ચે યાત્રા કરી શકશો. કંપનીની આ ઓફર અમુક નક્કી કરેલ સીટો માટે જ છે. આ સીટો વહેલા તે પહેલાના ધોરણે ભરવામાં આવી રહી છે. જો તમે માત્ર 868 રુપિયામાં હવાઇ યાત્રા કરવા માંગતા હોવ તો વહેલામાં વહેલી તકે ટિકિટ બુક કરાવી લો.

indigo

શું છે શરતો ?


આ ઓફર અમુક નક્કી કરેલ સીટો અને નક્કી કરેલ રુટ પર જ ઉપલબ્ધ રહેશે.


આ ઓફર માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટ માટે જ છે અને તે માત્ર ડાઇરેક્ટ ફ્લાઇટ માટે જ લાગૂ થશે.

કંપનીની આ ઓફર માત્ર એક તરફી ભાડા માટે જ છે.

સામૂહિક બુકિંગ પર આ ઓફર માન્ય ગણાશે નહિ. આ ઓફર પર રિફંડ મળશે નહિ. ફ્લાઇટ રદ કરવાની સ્થિતિમાં માત્ર ટેક્સ રિફંડ આપવામાં આવશે.

આ ઓફર માત્ર ઇંડિગોની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવવા પર જ મળશે.

goair

ગો એર ની પણ ઓફર


વિમાન કંપની ગો એર એ પોતાની 11 મી વર્ષગાંઠ પર 611 રુપિયામાં હવાઇ યાત્રાની ઓફર આપી છે. આ ઓફર 4 નવેમ્બરે શરુ થઇ હતી જે 8 નવેમ્બર સુધી ચાલશે. કંપનીની આ ઓફર 11 જાન્યુઆરી, 2017 થી 11 એપ્રિલ 2017 વચ્ચેની યાત્રા પર લાગૂ થશે. આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવ્યા બાદ તમે જો ટિકિટ રદ કરાવવા માંગતા હોવ તો તમને કોઇ રિફંડ મળશે નહિ. આ ઓફર માત્ર એરલાઇન કંપનીની વેબસાઇટ (www.GoAir.in) પર જ મળશે. વળી આ ઓફરમાં સીમિત સીટો જ છે જે વહેલા તે પહેલાના ધોરણે ભરવામાં આવશે.

lemontree

દરેક '11' નંબર માટે એક્સક્લુઝીવ ઓફર


ગો એર કંપનીએ 611 રુપિયામાં ટિકિટ આપવા ઉપરાંત એક અન્ય ઓફર પણ શરુ કરી છે જે અનુસાર દરેક 11 નંબરના ગ્રાહકને મફત એર ટિકિટ મળશે. વળી બીજી તરફ દરેક 111 માં ગ્રાહકને બધી લેમન ટ્રી હોટલમાં રહેવા પર 40% ડિસ્કાઉંટ મળશે. આ ઉપરાંત દરેક 1,111 માં ગ્રાહકને એક રિટર્ન ટિકિટ આપવામાં આવશે. તેમજ તે 2 રાત અને 3 દિવસ સુધી હોટલમાં મફત રહી શકશે. એટલુ જ નહિ, 11 લકી વિજેતાને ઘડિયાળ પણ મળશે.

English summary
indigo offer of 868 rupees for air ticket
Please Wait while comments are loading...