
પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવામાં આ મુશ્કેલીનો આવશે!
કે. વેંકટેશે ક્યારેય પણ નહતું વિચાર્યું કે તેમના નામની આગળ લાગેલો કે. તેમના માટે આટલી મુશ્કેલીઓ ઊભી કરશે. આવું ત્યારે બન્યું જ્યારે તે તેમના ટેક્સ રિર્ટન ભરી રહ્યા હતા. અને માટે તેમને પહેલા પાનકાર્ડ અને આધાર કાર્ડને જોડવાની જરૂરી પડી. જ્યારે તે ટેક્સ રિર્ટન ભરવા પહેલા આધાર કાર્ડ અને પેનકાર્ડને જોડવામાં અસમર્થ રહ્યા તો તેમણે તેમના ચેન્નઇ બેઝ બેંકર સલાહકારની પાસે મદદ માંગી. અને ત્યારે તેમને સમજાયું કે તેમની નામની આગળ લાગેલો કે. એટલે કે ક્રિષ્નાસ્વામી, કે જે તેમના પિતાનું નામ છે તેના કારણે જ આ સમસ્યા સર્જાઇ છે. આધારકાર્ડમાં કે.ની જગ્યાએ ક્રિષ્નાસ્વામી લખવામાં આવ્યું છે. અને પાનકાર્ડમાં ખાલી કે. છે.
આવું ખાલી વેંકટેશ જોડે જ નથી બન્યું ગુજરાતમાં પણ નામની પાછળ લાગેલું ભાઇ કે બહેન કે પછી કુમાર અનેક લોકો માટે આવી પ્રકારની સમસ્યાને ઊભી કરી રહ્યા છે. નોંધનીય છે કે સરકારે જુલાઇ 31 સુધીનો સમય આપ્યો છે આધાર કાર્ડ અને પાનકાર્ડને એકબીજા સાથે જોડવા માટે. અને તેને ટેક્સ રિર્ટન ફાઇલ કરવા માટે મહત્વપૂર્ણ પણ જણાવ્યું છે. ત્યારે હાલ તો આવા જ પ્રશ્નો અનેક લોકો માટે સમસ્યા ઊભી કરી રહ્યા છે. વધુમાં આધાર ડેટાબેઝ, નામ પાછળના આવા પૂર્ણવિરામ કે અલ્પવિરામ જેમકે કે. સમજવામાં અસર્મથ છે. જેમ કે અન્ય એક કિસ્સામાં કે.એસ.શ્રીનિવાસ તેવું પાનકાર્ડ પર લખેલું છે પણ આધારકાર્ડમાં તેવું નથી. હવે આવા સમયે તમને પાનકાર્ડમાં તમારું નામ પણ નથી બદલી શકતા કારણે તમે આ વસ્તુએ અનેક જગ્યાએ ડોક્યુમેન્ટ તરીકે આપી છે. આ જ કારણે અનેક લોકોને ફ્રેશ કેવાયસી ડોક્યુમેન્ટથી લઇને અનેક બીજી મુશ્કેલીઓનો સામનો હાલ કરી રહ્યા છે.
એટલું જ નહીં ખુદ ચાર્ટેડ એકાઉન્ટન્ટ અને વકીલોનું પણ કહેવું છે આ મામલે સરકારે એક સ્પેશ્યલ સેલની રચના કરવી જોઇએ અને આવા પ્રશ્નોનું ત્વરિત તપાસ કરીને નિરાકરણ લાવવું જોઇએ તેમ જણાવ્યું છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે પાનકાર્ડમાં ફેરફાર કરવાના બદલે આધારકાર્ડમાં ફેરફાર કરવા વધુ સલાહપૂર્ણ રહેશે.
સાથે જ અનેક લોકોએ તે વાત અંગે પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે કે આધાર કાર્ડ અને પાનકાર્ડ જોડાયેલા ના હોવાથી તમે ટેક્સ રિર્ટન ફાઇન કરતા કેવી રીતે રોકી શકો? અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં કહ્યું છે કે કોઇ પણ તમને ટેક્સ રિર્ટન ફાઇલ કરવાની ના ન પાડી શકો. એટલું જ નહીં ઇનકમ ટેક્સ એક્ટમાં પણ લખવામાં આવ્યું છે કે જો તમારી પાસે પાનકાર્ડ ના પણ હોય તો પણ તમે પણ તમે ઇનકમ ટેક્સ ફાઇલ કરાવી શકો છો.