એરટેલ 198 VS વોડાફોન 199 પ્લાન, જાણો કયો પ્લાન છે બેસ્ટ?

Written By:
Subscribe to Oneindia News

ભારતની સૌથી મોટી બે ટેલિકોમ કંપની ભારતીય એરટેલ અને વોડાફોન તેમના ગ્રાહકો માટે ખાસ પ્લાન બહાર પાડ્યા છે. જેમાં તે ખૂબ જ સસ્તા દરે તેમના ગ્રાહકોને 28 જીબી ડેટા આપે છે. જો કે આ બન્ને પ્લાનની કિંમત પણ લગભગ એક જેવી જ છે. ત્યારે જો તમારી પાસે બે સીમ હોય કે પછી તમે આ બન્ને પ્લાનમાંથી કયો પ્લાન વધુ સારો છે તે જાણવા ઇચ્છતા હોવ તો વાંચો આ આર્ટીકલ. કારણ કે રિલાયન્સ જીયોને ટક્કર આપવા માટે હવે આ બંન્ને મોબાઇલ કંપની પણ તેના ગ્રાહકો માટે સારી અને સસ્તી ઓફર બહાર પાડી છે. ત્યારે એરટેલ 198 અને વોડાફોન 199 પ્લાનમાંથી કયો પ્લાન છે બેસ્ટ તે અંગે વિગતવાર જાણો અહીં...

Airtel નો પ્લાન

Airtel નો પ્લાન

એરટેલના 198 રૂપિયાના પ્લાનમાં યુઝર્સ રોજના 1 જીબી ડેલી લિમિટ 28 દિવસો માટે 28 જીબી ડેટા આપશે. એરટેલે અધિકૃત રીતે આ પ્લાન વિષે અત્યાર સુધીમાં કંઇ ખાસ નથી કહ્યું પણ ટેલીકોમ ટોકની રિપોર્ટ મુજબ આ પ્લાનમાં યુર્ઝસના કોલિંગ અને એસએમએસ માટે અલગથી પૈસા આપવા પડશે.

વોડાફોન

વોડાફોન

ત્યાં જ વોડાફોનનો 199 રૂપિયાનો પ્લાન યુર્ઝસને ડેટા સાથે કોલિંગની પણ સુવિધા મળશે. વોડાફોન પોતાના યુર્ઝસને રોજના 250 મિનિટ એટલેકે સપ્તાહના 1000 મિનિટની સુવિધા આપશે. અને કોલિંગ પર યુર્ઝસને 30 પૈસા પ્રતિ સેકન્ડના દરે ચાર્જ આપવો પડશે. સાથે જ તેમાં 28 જીબી ઇન્ટરનેટ ડેટા એટલે કે રોજનો એક જીબી ડેટા પણ મળશે.

કોણ છે બેસ્ટ?

કોણ છે બેસ્ટ?

જો તમે ઇન્ટરનેટ ડેટાને યુઝ કરવા માંગતા હોવ તો બન્ને પ્લાન સારા છે. કારણ કે બન્ને પ્લાનમાં તમને 28 જીબી ડેટા મળે છે. પણ જો તમે ડેટા સાથે કોલિંગની પણ સુવિધા મેળવવા માંગો છો તો વોડાફોનની 199 રૂપિયા વાળો પ્લાન વધુ સારો ઓપ્શન છે. કારણ કે તેમાં ડેટા સાથે લોકલ અને એસટીડી કોલિંગ સુવિધામાં ફાયદો મળે છે.

મોબાઇલ પ્લાન

મોબાઇલ પ્લાન

આજ કાલ તમામ ટેલિકોમ કંપની તેમના ગ્રાહકોને આકર્ષવા માટે થોડા થોડા સમય સારા સારા પ્લાન નીકાળી રહી છે. જેના કારણે ગ્રાહકોને તો ફાયદો થઇ રહ્યો છે સાથે જ કંપનીને પણ ફાયદો થઇ રહ્યો છે. સાથે જ લોકોને ઇન્ટરનેટ ડેટા સાથે કોલિંગમાં પણ રાહત મળે તેવા પ્લાન વધુ પસંદ આવી રહ્યા છે.

English summary
Internet Plan : airtel rs 198 plan comparison with vodafone rs 199 plan

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.