બિલ ગેટ્સને પછાડીને જેફ બન્યા દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ

Written By:
Subscribe to Oneindia News

માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અત્યાર સુધી દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ હતા. પણ હવે તેમને પછાડીને એમેઝોનના સંસ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ બની ગયા છે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ. આ વાતની જાહેરાત ફોર્બ્સ મેગેઝિને કરી છે. ફોર્બ્સ મેગેઝિને જણાવ્યું છે કે એમેઝોનના શેયરમાં 2 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે જેફ બેજોસની સંપત્તિમાં 90 કરોડ ડોલરનો વધારો થયો છે. અને હવે તેમની સંપત્તિ વધીને 90.6 અરબ ડોલર થઇ ગઇ છે. અને બિલ ગેટ્સની સંપત્તિ હાલ લગભગ 90.1 અરબ ડોલરની છે. જે હિસાબે જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા છે.

Jeff Bezos

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જુલાઇમાં થોડા સમય માટે જેફ બેજોસ, બિલ ગેટ્સને પાછળ મૂકી સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા હતા. પણ શેરબજારના ભાવ પાછળ જતા તે પાછા બીજા નંબરે આવી ગયા હતા. પણ 27 જુલાઇએ એમેઝોનના શેયરમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને તેનાથી તેમની સંપત્તિમાં વધારો થયો હતો. જેના કારણે તે ફરી હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. અને હવે બિલ ગેટ્સ દુનિયાના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિમાં આવે છે.

English summary
Jeff Bezos Overtakes Bill Gates As The Worlds Richest Man Again. Read more detail here..
Please Wait while comments are loading...