
જેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ
નવી દિલ્હીઃ જેટ એવેઝના પોતાના વિમાનોની ઉડાણ ભરતાં રોકવા અને ઉડાણ રદ કરવાનો સિલસિલો યથાવત છે. નાણાકીય તંગીની સમસ્યા સામે લડી રહેલ ઘરેલૂ પાયલટોએ મંગળવારે ચેતવણી આપી છે કે જો સમાધાન યોજનામાં મોડું થાય છે અને તેમની બાકી પગારની ચૂકવણી આ મહિનાના અંત સુધીમાં ન કરવામાં આવે તો તેઓ એક એપ્રિલથી ઉડાણ રોકી દેશે. જેટ એરવેઝ ઘરેલૂ પાયલટોના નિકાય નેશનલ એવિએટર્સ ગિલ્ડની 90 મિનિટથી વધુ ચાલેલ વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ગિલ્ડમાં એરલાઈન્સના 1000 ઘરેલૂ પાયલ છે. આ સંગઠન લગભગ 1 દશકા પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું.

જેટ એરવેઝના પાયલટોએ ઉડાણ બંધ કરવાની ધમકી આપી
જણાવી દઈએ કે સંગઠને કહ્યું કે જો સમાધાન પ્રક્રિયા સ્પષ્ટ ન થઈ અને વેતન ભુગવાન 31 માર્ચ સુધી ન થયું તો અમે એક એપ્રિલથી ઉડાણ બંધ કરી દેશું. વેતનના મામલામાં મેનેજમેન્ટ તરફથી કોઈ આશ્વાસન ન મળ્યા બાદ ગિલ્ડે પાછલા અઠવાડિયે શ્રમ મંત્રી સંતોષ ગંગવારને પત્ર લખી આ મામલે હસ્તક્ષેપ કરવાનો આગ્ર કર્યો. આ દરમિયાન ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ મંગળવારે પોતાના સચિવને દેવાંમાં ડૂબેલ એરલાઈન્સ સાથે ઈમરજન્સી બેઠક કરવાનો નિર્દેશ આપ્યો. કેટલાય વિમાનોની ઉડાણ ન ભરવાના કારણે એરલાઈન્સ મોટી સંખ્યામાં ઉડાણો રદ કરી રહી છે.

હાલ જેટ એરવેઝના માત્ર 41 પ્લેન ઉડી રહ્યાં છે
નાગર વિમાન મહાનિદેશાલય (DGCA)એ મંગળવારે કહ્યુ્ં કે જેટ એરવેઝની હાલ 41 ફ્લાઈટ જ ઉડાણ ભરી રહી છે. આગામી અઠવાડિયે હજુ આંકડો ઘટી શકે છે. ડીજીસીએનું માનવું છે કે જેટ એરવેઝના મામલામાં સ્થિતિ તેજીથી બદલી રહી છે. જેટ એરવેઝની વેબસાઈટ મુજબ એરલાઈન પાસે કુલ 119 વિમાન છે. પાછલા કેટલાક અઠવાડિયાથી એરલાઈનની ઉડાણો રદ થવાથી યાત્રીગણ પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે અને પરિચાલિત વિમાનોની સંખ્યામાં નિરંતર ઘટાડો થતો જઈ રહ્યો છે.

કેમ વધી રહ્યું છે સંકટ
જણાવી દઈએ કે પીટીઆઈ મુજબ જેટ એરવેઝ ઉપર 8200 કરોડ રૂપિયાનું દેવું છે અને માર્ચના અંત સુધીમાં 1700 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની જરૂર છે. નાણાકીય સંકટથી પીડાઈ રહેલ જેટ એરવેઝે પોતાના પાયલોટનો પગાર નથી ચૂકવ્યો, જે કારણે મોટા ભાગની તેમની ઉડાણ બંધ થઈ રહી છે. અત્યાર સુધીમાં કંપનીએ 40થી વધુ વિમાન ઉભાં કરી દીધાં છે. કંપનીના સૂત્રો મુજબ કંપનીએ પોતાના 123થી વધુ વિમાનોમાંથી 50 ટકાનું પરિચાલન બંધ કરી દીધું છે. અગાઉ સોમવારે પણ આવી રીતે જ જેટ એરવેઝે બીએસઈને સૂચિત કર્યા હતા કે પટ્ટેદારોને પગાર ન ચૂકવવાના કારણે તેમણે પોતના ચાર વિમાનોનું પરિચાલન બંધ કરી દીધું છે.
કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર