For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ECBની મદદથી જેટ એરવેઝ 30 મિલિયન ડોલર એકત્ર કરશે

|
Google Oneindia Gujarati News

jet-airways-etihad
મુંબઇ, 9 ઓગસ્ટ : ભારતીય વિમાન કંપની જેટ એરવેઝે ગુરુવારે જણાવ્યું છે કે તે એતિહાદ એરવેઝ સોદાથી મળનારી 74.9 કરોડ ડોલરની રકમથી તેને પોતાની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે. કારણ કે કંપનીને સતત બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક નુકસાન થયું છે.

કંપનીએ જણાવ્યું છે કે તેની બાહ્ય વાણિજ્યક ઉધારી (ઇસીબી) મારફતે 30 કરોડ ડોલરની રકમ એકત્ર કરવાની યોજના છે જેનો ઉપયોગ તે ઊંચા વ્યાજવાળા ઋણની ચૂકવણી કરવામાં કરશે.

જેટ એરવેઝને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 355.38 કરોડ રૂપિયાનું શુદ્ધ નુકસાન થયું છે. જ્યારે પાછલા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં તેને રૂપિયા 24.7 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો હતો. આ વર્ષે સતત બીજા ત્રિસામાસિક ગાળામાં તેને નુકસાન થયું છે.

જેટ એરવેઝે મુંબઇ શેરબજારને જણાવ્યું કે જૂન 2013ના ત્રિમાસિક ગાળામાં પરિચાલનથી કુલ આવક ઘટીને 4005.15 કરોડ રૂપિયા રહી ગઇ છે. જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂપિયા 4,587.27 કરોડ રૂપિયા હતી. એતિહાદ-જેટ સોદાને વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ (એફઆઇપીબી) પાસેથી સશર્ત મંજૂરી મળી છે. તેને કેન્દ્રીય મંત્રીમંડળ પાસેથી મંજૂરી મળવાની બાકી છે.

English summary
Jet Airways to raise 30 million dollar through ECB
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X