For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jio યુઝર્સને કોલિંગ માટે પ્રતિ ચૂકવવા પડશે 6 પૈસા પ્રતિ મિનિટ

રિલાયન્સ જિયોએ બુધવારે ગ્રાહકોના પાસેથી વોઇસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી શૂલ્ક વસુલવાની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જિયોએ બુધવારે ગ્રાહકોના પાસેથી વોઇસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી શૂલ્ક વસુલવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે રિલાયન્સ જિયોને ટર્મિનેશન ચાર્જ લેવાની ફરજ પડી રહી છે. જિયો નેટવર્કથી અન્ય ઓપરેટર્સના નેટવર્ક પર કરવામાં આવતા કોલ્સ પર 6 પૈસા પ્રતિ મિનિટ ઇંટરકનેક્ટ વપરાશ ચાર્જ (આઈયુસી) ચૂકવવો પડશે. જિયોએ કહ્યું છે કે તે ગ્રાહકો પાસેથી પ્રતિ મિનિટ 6 પૈસા લેશે, પરંતુ બદલામાં તેટલો જ મફત ડેટા આપશે. આઈયુસી એ એક મોબાઇલ ટેલિકોમ ઓપરેટર દ્વારા બીજાને ચૂકવવામાં આવતી રકમ છે.

ગ્રાહકો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરશે

ગ્રાહકો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરશે

6 પૈસા ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા તમામ રિચાર્જ પર, અન્ય મોબાઇલ ઓપરેટરોને કરવામાં આવતા કોલ્સ આઇયુસીના ટોપ-અપ વાઉચરના માધ્યમથી 6 પૈસા પ્રતિ મિનિટના વર્તમાન આઈયુસી રેટથી ચાર્જ લેવામાં આવશે. જ્યાં સુધી ટ્રાઇ ઝીરો ટર્મિનેશન ચાર્જ શાસન લાગુ કરશે નહીં. અર્તમાનમાં આ તારીખ 1 જાન્યુઆરી 2020 છે. હવે તમારે જિયોથી એરટેલ, વોડાફોન અથવા અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

જિયોથી જિયો વોઇસ કોલ મફત

જિયોથી જિયો વોઇસ કોલ મફત

જિયોથી જિયો કોલ પર, બધા ઇનકમિંગ કોલ્સ પર, જિયો ટુ લેન્ડલાઇન કોલ પર, વોટ્સએપ અથવા ફેસટાઇમનો અને આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલો કોલ.

જાણો શું છે આઈયુસી

જાણો શું છે આઈયુસી

જ્યારે એક ટેલિકોમ ઓપરેટરના ગ્રાહકો બીજા ઓપરેટરના ગ્રાહકોને આઉટગોઇંગ મોબાઇલ કોલ કરે છે, ત્યારે આઇયુસીની ચુકવણી કૉલ કરનારા ઓપરેટરને કરવી પડે છે. બે જુદા જુદા નેટવર્ક વચ્ચેના આ કૉલ મોબાઇલ ઓફ-નેટ કોલ તરીકે ઓળખવામાં આવે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા આઇયૂસી શૂલ્ક નિર્ધારિત કરવામાં આવે છે અને હાલમાં આ 6 પૈસા પ્રતિ મિનિટ છે.

આ પણ વાંચો: સોના મામલે ભારત ટોપ 10 દેશની યાદીમાં, જાણો કેટલું છે સોનું

English summary
Jio users will have to pay 6 paise per minute for calling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X