For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાં વગર પરીક્ષાએ થઈ રહી છે ભરતી, પગાર મહિને 1 લાખ

SBIએ કોન્ટ્રાક્ટ આધારિત સ્પેશિયલ કેડર ઓફિસરમાં કેટલાક પદ પર ભરતી શરૂ કરી છે. આ પદમાં પગાર 12થી 15 લાખ રૂપિયા સુધીનો છે.

|
Google Oneindia Gujarati News

SBIએ કોન્ટ્રાક્ટ આધારિત સ્પેશિયલ કેડર ઓફિસરમાં કેટલાક પદ પર ભરતી શરૂ કરી છે. આ પદમાં પગાર 12થી 15 લાખ રૂપિયા સુધીનો છે. આ પદ માટે 11 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાય છે. કેડર ઓફિસરના પદ માટે કોઈ પ્રકારની લેખિત પરીક્ષા નહીં લેવાય. આ પદ પર ભરતી માટે પહેલા શોર્ટ લિસ્ટિંગ થશે, બાદમાં ઈન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે. જેમાં સફળ થનાર લોકોને 2 વર્ષના કોન્ટ્રાક્ટ પર જોબ ઓફર થશે.

state bank of india

પદ વિશે

SBI સિનિયર એક્ઝિક્યુટિવ (ક્રેડિટ રિવ્યુ) ના 15 પદ પર ભરતી શરૂ કરી છે. જેમાં સામાન્ય વર્ગ માટે 9 જગ્યા, ઓબીસી માટે 3, SC માટે 2 અને ST માટે 1 જગ્યા છે. જેના માટે લઘુત્ત ઉંમર મર્યાદા 25 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ છે.

આ પણ વાંચો: GST કલેક્શનમાં ઘટાડાથી અધિકારી હેરાન કરશે, ITC વ્યવસ્થાની સમીક્ષા

SBIમાં ભરતીની પૂરી માહિતી માટે અહીં ક્લિક કરો.

https:/www.sbi.co.in/websites/uploads/files/2101191853-ADV-ENG.pdf

આટલી યોગ્યતા છે જરૂરી

SBIમાં સિનિયર એક્ઝિક્યુટિવ, ક્રેડિટ રિવ્યુ માટે અરજી કરનાર ચાર્ટડ અકાઉન્ટન્ટ કે ફાઈનાન્સમાં MBAની ડિગ્રી હોવી જરૂરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ કોઈ સંસ્થામાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. જોબ લોકેશન મુંબઈ હોઈ શકે છે, જો કે તેની માહિતી ભરતી બાદ જ જાણી શકાશે.

જાણો શું છે પગાર અને અરજી કરવાની ફી

SBIમાં સિનિયર એક્ઝિક્યુટિવ પદ માટે પગાર પ્રતિ વર્ષ 12થી 15 લાખ રૂપિયા વચ્ચે હશે. તો વાર્ષિક ઈન્ક્રીમેન્ટ 10 ટકા હશે. સામાન્ય વર્ગ માટે અરજી કરવાની ફી 600 રૂપિયા છે. તો એસસી-એસટી વર્ગ માટે આ ફી 100 રૂપિયા છે. ઓનલાઈન પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી કરી શકાય છે. અનામતની વ્યવસ્થા પ્રમાણે એસસી અને એસટીને ઉંમરમાં 5 વર્ષની રાહત અપાઈ છે. ઓબીસીમાં નોન ક્રિમીલેયરને 3 વર્ષની રાહત મળશે.

English summary
job opportunity in sbi salary per annum is 12 to 15 lakhs no exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X