For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ઉપાય અપનાવો અને પૈસા બચાવો

આજના સમયમાં આપણે જેટલા પૈસા કમાઈએ છીએ તેનાથી વધુ આપણા ખર્ચા હોય છે. જો જીવનમાં સફળ થવું હોય અને ગમતી રીતે જીવન જીવવા ઈચ્છીએ તો આપણી પાસે પૈસા હોવા જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં આપણે જેટલા પૈસા કમાઈએ છીએ તેનાથી વધુ આપણા ખર્ચા હોય છે. જો જીવનમાં સફળ થવું હોય અને ગમતી રીતે જીવન જીવવા ઈચ્છીએ તો આપણી પાસે પૈસા હોવા જરૂરી છે. આમ તો આપણી સેલરી દર મહિને આવતી હોય છે, પરંતુ ધ્યાન ન રાખીએ તો આખો પગાર વપરાઈ જાય છે. આમ ન થાય તે માટે તમારે પૈસા બચાવવાની કેટલીક રીત શીખવી જોઈએ. અમે તમને કેટલીક સિમ્પલ ટિપ્સ આપીશું જેથી તમે પૈસા બચાવી શકો.

આ પણ વાંચો: જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

બેન્કમાં એક RD ખોલાવો

બેન્કમાં એક RD ખોલાવો

જો તમારે પૈસા બચાવવા છે તો બેન્કમાં એક RD અકાઉન્ટ જરૂર ખોલાવો. આમ કરવાથી તમે દર મહિને થોડાક પૈસા જરૂર બચાવી શક્શો. સાથે જ તમને વ્યાજ પણ મળશે. RDમાં પૈસા જમા કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારા મગજમાં એ વસ્તુ નક્કી થઈ જાય છે કે તમારે દર મહિને RDમાં ભરવા પૈસા બચાવવાના જ છે. જે તમારું ફરજિયાત સેવિંગ છે.

શોપિંગ કરતા પહેલા લિસ્ટ બનાવો

શોપિંગ કરતા પહેલા લિસ્ટ બનાવો

મોટા ભાગના લોકોનો શોપિંગ ખૂબ ગમે છે. એટલે જ્યારે પણ શોપિંગ કરવા જાવ તો ખરીદવા માટેના સામાનનું લિસ્ટ જરૂર બનાવી લો અને આ લિસ્ટનું પાલન કરો. જેથી તમે બિનજરૂરી ચીજવસ્તુ ખરીદવાથી અને પૈસા બગાડવાથી બચી શક્શો. આ રીતે તમારો ફાલતુ ખર્ચ બચશે.

ઓનલાઈન શોપિંગ કરી કરો બચત

ઓનલાઈન શોપિંગ કરી કરો બચત

બદલાતા સમયની સાથે સાથે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે. ત્યારે તમે મહિને મોટાભાગનો સામાન બજારમાંથી ખરીદવાના બદલે ઓલાઈન ખરીદી શકો છો. ઓનલાઈન શોપિંગના ફાયદા ખૂબ જ છે. સૌથી મોટો ફાયદો છે કે તમને ડિસ્કાઉન્ટ મળે છે, અને બજાર કરતા સસ્તા ભાવે ચીજવસ્તુ મળે છે. આ ઉપરાંત તમારો સમય પણ બચે છે, જેનો તમે બીજે ઉપયોગ કરી શકો છો.

વીજળી બિલ ઘટાડો

વીજળી બિલ ઘટાડો

જો તમારા ઘરનું ઈલેક્ટ્રિસિટી બિલ ઓછું આવશે તો તમે દર મહિને કેટલીક રકમ બચાવી શકો છો. આ માટે તમારે સારી આદત પાડવી પડશે. જ્યારે રૂમની બહાર નીકળો તો રૂમના લાઈટ, પંખા બંધ રાખો. જો કોઈ ઈલેક્ટ્રોનિક સામાન ચાલુ હોય તો બંધ કરીને જાવ. આમ તો આ કામ નાનું છે. પરંતુ તેનાથી તમારું વીજબિલ ઘટશે. તમે આ નાની નાની આદતથી ખાસ્સા પૈસા બચાવી શકો છો.

દર મહિને બનાવો બજેટ

દર મહિને બનાવો બજેટ

સૌથી પહેલા તો તમારે તમારો એક પ્લાન કે બજેટ બનાવવું જોઈએ, જે એક મહિનાનું હોય. એક મહિના માટે યોજના બનાવો કે દર મહિને તમે કઈ ચીજ પર કેટલો ખર્ચ કરશો અને કેટલી બચત કરશો. બાદમાં તમે રોજનો પ્લાન બનાવો. બજેટનું નિયમિત પાલન કરો અને ફાલતુ ખર્ચાથી બચો. આ રીતે તમે પૈસા પણ બચાવી શક્શો.

English summary
Keep These Points In Your Mind For Saving Money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X