Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવાન છો તો ફ્રીમાં મળશે 72 લાખ રૂપિયા, તરત કરો અરજી

જો તે યુવાન છો અને કંઈક નવું કરવા ઈચ્છો છો, તો ફ્રીમાં 72 લાખ રૂપિયા લઈને તમારા સપના પૂરા કરી શકો છો. ઘણા યુવાનો એવા છે, જેમની પાસે સારા આઈડિયાઝ છે

જો તે યુવાન છો અને કંઈક નવું કરવા ઈચ્છો છો, તો ફ્રીમાં 72 લાખ રૂપિયા લઈને તમારા સપના પૂરા કરી શકો છો. ઘણા યુવાનો એવા છે, જેમની પાસે સારા આઈડિયાઝ છે, પરંતુ તેને પૂરા કરવા ન તો ઘરમાંથી પૈસા મળે છે, ન તો બેન્ક કે નાણાકીય સંસ્થાનો મદદ કરે છે. મોદી સરકારની સ્ટાર્ટ અપ ઈન્ડિયા યોજનામાં પણ પૈસા લેવામાં મુશ્કેલી આવે છે. ત્યારે એક વૈશ્વિક સંસ્થા કોઈ જ ગેરેંટી વગર દર વર્ષે 20થી 30 યુવાનોને 72 લાખ રૂપિયાની મદદ ફ્રીમાં કરે છે. આ મદદ લેવામાં સૌથી સારી વાત એ છે કે તેમાં કોઈ શૈક્ષણિક યોગ્યતાની જરૂર નથી. બસ તમારી પાસે કશુંક નવું કરવાનો આઈડિયા છે, તો આ ફ્રી મદદ તમારી રાહ જોઈ રહી છે.

ભારતની સૌછી મોટી અને દુનિયાની ચોથી સૌથી મોટી ચેન ઓયો પણ આ જ 72 લાખ રૂપિયાની મદદથી બની છે. એટલું જન હીં એક સમયે આ વૈશ્વિક સંસ્થા પાસેથી પૈસા લઈને માર્ક ઝુકરબર્ગે ફેસબુક શરૂ કરી હતી. આજે ફેબસુક અરબો ડૉલરની કંપની બની ચૂકી છે. ચાલો જાણીએ 72 લાખ રૂપિયાની મદદ કેવી રીતે મળે છે, અને તેના માટે શું કરવું પડશે.

થિઅલ ફાઉન્ડેશન આપે છે ફેલોશિપ

થિઅલ ફાઉન્ડેશન આપે છે ફેલોશિપ

થિએલ ફાઉન્ડેશન એક ફેલોશિપ અંતર્ગત દુનિયાના 20થી 30 યુવાનોને દર વર્ષે 1 લાખ ડૉલર (આજના એક્સચેન્જ રેટ પર 72 લાખ)ની ફેલોશિપ આપે છે. આ ફેલોશિપ કોઈ પણ સારા આઈડિયા પર મળી શકે છે. જો તમે યુવાન છો અને તમારી પાસે આઈડિયા છે. તો તે પૂરતુ છે. આ 1 લાખ ડૉલરની ફેલોશિપ માટે. કંપની તેના બદલામાં તમારી પાસે કશું નથી માગતી. એટલું જનહીં આ ફેલોશિપ માટે અરજી કરવા પર પણ કોઈ ફી નથી ચૂકવવાની.

કઈ ઉંમરના લોકો લઈ શકે છે ફેલોશિપ

કઈ ઉંમરના લોકો લઈ શકે છે ફેલોશિપ

આ ફેલોશિપ યુવાનો માટે છે. જેમની ઉંમર 22 વર્ષ સુધી છે, તેઓ આ ફેલોશિપ માટે અરજી કરી શકે છે. તેના માટે ઓનલાઈન અરજી કરવી પડશે. એકવાર અરજી કર્યા બાદ જો તેમાં કશો સુધારો કરવો હોય તો તે પણ શક્ય છે. થિએલ ફાઉન્ડેશન દર વર્ષે દુનિયાભરના 20થી 30 યુવાનોને આ ફેલોશિપ આપે છે. આ ફેલોશિપ 2 વર્ષ માટે મળે છે. આ ફેલોશિપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોલેજ ડ્રોપઆઉટને પણ તક આપે છે. આ ફેલોશિપ માટે આખું વર્ષ અરજી કરી શકાય છે. ફેલોશિપ માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છો છો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://thielfoundation.submittable.com/submit/45338/apply-for-the-thief-felowship

અભ્યાસ છોડવો પડશે

અભ્યાસ છોડવો પડશે

થિએલ ફાઉન્ડેશન ઉંમર સિવાય પણ એક શરત રાખે છે, જો તેને તમારો આઈડિયા ગમે તો તમારે અભ્યાસ છોડીને આ આઈડિયા પર કામ કરવું પડશે. આ ફેલોશિપ જે ભણવાનું છોડીને કામ કરશે, તેને જ મળશે. પરંતુ જો તમારું ભણવાનું પુરુ થયું હોય તો આ શરત તમારા માટે નથી.

વધુ માહિતી માટે મેઈલ કરો

વધુ માહિતી માટે મેઈલ કરો

થિએલ ફેલોશિપ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે નીચે આપેલા મેઈલ એડ્રેસ પર ઈમેઈલ કરી શકો છો.

[email protected]

આ પણ વાંચો: મોંઘુ થતા જ સોનાના વેચાણમાં ઘટાડો થયો, રિસાયક્લિંગ વધ્યું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X