For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે SOVA વાયરસ? SBIએ આપી ચેતવણી, થોડી જ મિનિટોમાં ખાલી થઇ જશે એકાઉન્ટ

SBIએ તેના કરોડો ખાતાધારકોને ચેતવણી જાહેર કરી છે. બેંકે તેના ગ્રાહકોને વાયરસથી બચવાની સલાહ આપી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વાયરસ એટલો ખતરનાક છે કે તે તમારા બેંક એકાઉન્ટને થોડી જ સેકન્ડોમાં ખાલી કરી શકે

|
Google Oneindia Gujarati News

SBIએ તેના કરોડો ખાતાધારકોને ચેતવણી જાહેર કરી છે. બેંકે તેના ગ્રાહકોને વાયરસથી બચવાની સલાહ આપી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વાયરસ એટલો ખતરનાક છે કે તે તમારા બેંક એકાઉન્ટને થોડી જ સેકન્ડોમાં ખાલી કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંકે તેના બેંક ખાતાધારકોને ટ્વિટ કરીને જાહેર માહિતી આપવા ઉપરાંત, ઈમેલ, એસએમએસ મોકલીને પણ જાણ કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ SOVA માલવેરથી સંવેદનશીલ બેંક ખાતાઓ હેકર્સના નિશાના હેઠળ આવે છે અને તમારું એકાઉન્ટ થોડીવારમાં ખાલી થઈ શકે છે.

SBIએ જારી કરી ચેતવણી

SBIએ જારી કરી ચેતવણી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને છેતરપિંડી કરનારાઓથી બચવાની સલાહ આપીને એલર્ટ જાહેર કર્યું છે. બેંકે કહ્યું છે કે નવા પ્રકારનો માલવેર ઝડપથી ફેલાઈ રહ્યો છે. બેંકે ખાતાધારકોને ચેતવણી આપી છેકે અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવેલ કોઈપણ ફ્રોડ લિંક પર ક્લિક ન કરો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. આ બેંકિંગ વાયરસ SOVA આ દિવસોમાં બેંક ખાતાઓને નિશાન બનાવી રહ્યો છે. આ SOVA નામનો મોબાઈલ બેંકિંગ ટ્રોજન વાયરસ છે.

શું છે SOVA વાયરસ?

શું છે SOVA વાયરસ?

SOVA એક બેંકિંગ વાયરસ છે જે એન્ડ્રોઇડ ફોનની ફાઇલોને નુકસાન પહોંચાડી શકે છે. આ વાયરસના કારણે તમારા નાણાકીય ડેટા પર હુમલો થયો છે. આ વાયરસ યુઝરને નાણાકીય છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. એકવાર આ વાયરસ મોબાઈલમાં આવી જાય પછી તેને દૂર કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમારો બેંકિંગ ડેટા જોખમમાં આવી શકે છે અને તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

ખાતાધારકો માટે ચેતવણી

ખાતાધારકો માટે ચેતવણી

SBIએ પોતાના મેસેજમાં આ વાઈરલ સામે ખાતાધારકોને ચેતવણી આપી છે કે, તેઓ મોબાઈલ પર આવતી કોઈપણ લિંક પર ક્લિક ન કરે અથવા કોઈપણ બિનસત્તાવાર સ્ટોરમાંથી બેંકિંગ એપ્સ ઈન્સ્ટોલ ન કરે. આમ કરવું એ વાયરસને આમંત્રણ આપવા સમાન છે. આ પ્રકારનો માલવેર તમારી અંગત માહિતી ચોરીને અને તમારા બેંકિંગ ખાતામાં ઘૂસીને તમને નુકસાન પહોંચાડે છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) એ પણ આ વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે હાલમાં ભારતીય બેંક ખાતાધારકો નવા સોવા એન્ડ્રોઈડ ટ્રોજનના નિશાન પર છે. જો કે આ કોઈ નવો વાયરસ નથી. વર્ષ 2021માં પણ આ વાયરસના પહેલા વર્ઝને બેંકિંગ એપ્સ પર આવી જ રીતે હુમલો કર્યો હતો.

આ બાબતોનુ ધ્યાન રાખો

આ બાબતોનુ ધ્યાન રાખો

  • બેંકે કહ્યું છે કે ખાતાધારકોએ પોતાની અંગત માહિતી ક્યારેય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.
  • કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
  • તમારે તમારી આવશ્યક માહિતી જેમ કે જન્મ તારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેંકિંગ માહિતી શેર કરવી જોઈએ નહીં.
  • બેંકિંગ OTP કોઈની સાથે શેર કરશો નહીં.

English summary
Know what is SOVA virus? SBI Gave Alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X