For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાનકાર્ડ ધારક છો તો 31 ડિસેમ્બર પહેલા આટલુ કરો, નહીં તો થઈ જશે નુકસાન!

પાનકાર્ડ ધારક છો તો 31 ડિસેમ્બર પહેલા આટલુ કરો, નહીં તો થઈ જશે નુકસાન!

|
Google Oneindia Gujarati News

ભારતમાં વિવિધ શ્રેત્રે સતત સુધારા થઈ રહ્યા છે. આ સુધારા સાથે જો તમે તમારા ડોક્યુમેન્ટ્સ અપડેટ નહીં કરો તો એ નકામાં થઈ જશે. જી હા, અમે આજે વાત કરી રહ્યા છીએ પાનકાડ સાથે જોડાયેલી કેટલીક બાબતોની. ભારત સરકાર દ્રારા પાન કાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ જાહેર કરાઈ છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો નુકસાન ઉઠાવવુ પડી શકે છે. પાનકાર્ડ રદ પણ થઈ શકે છે. હજુ સુધી આધારકાર્ડ સાથે અને પાનકાર્ડ લિંક નથી કર્યુ તો જલ્દીથી કરો. ઇન્કમટેક્સ વિભાગે સતત 7મીં વખત પાન અને આધારને જોડવાની અંતિમ તારીખ આગળ વધારીને 31 ડિસેમ્બર 2019 સુધી વધારી છે. પાન અને આધારને ઓનલાઈન અને એસએમએસ દ્વારા લિંક કરી શકાય છે. આ વખતે જો તમે 31 ડિસેમ્બરની તારીખ ચૂકી ગયા તો પછીના સમયમાં તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

લિંકિંગ નહિ કર્યું તો ગેરકાયદેસર બની જશે પાનકાર્ડ

લિંકિંગ નહિ કર્યું તો ગેરકાયદેસર બની જશે પાનકાર્ડ

પાનકાર્ડને આધાર સાથે નહીં જોડવાની સ્થિતિમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) તેનો ઉપયોગ ગેરકાયદે જાહેર કરી શકે છે. આવકવેરા વિભાગે જણાવ્યુ છે કે, 'જો કોઈ આધારને પાન સાથે લિંક નથી કરતા તો પાનકાર્ડને ગેરકાયદેસર જાહેર કરી શકાય છે. આ પછી કાનૂની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરાશે. તેમજ પાનકાર્ડ માટે તમે કોઈ અરજી કરી નથી કરી તેમ સરકાર સમજી લેશે.

આધાર અને પાનને કેવી રીતે જોડવું?

આધાર અને પાનને કેવી રીતે જોડવું?

  • તમે તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા અથવા એસએમએસ દ્વારા પણ લિંક કરી શકો છો.
  • ઈન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લિંક કરવા માટે એક અલગ સેક્શન છે.
  • તમારે તમારો પાન અને આધાર નંબર અહીં દાખલ કરવો પડશે.
  • તે પછી તેને ઓટીપી આવશે, જેના દ્વારા લિંક કરી શકાય છે.
  • અન્ય વિકલ્પમાં તમે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને કરી શકો છો.
  • આના માટે તમારે તમારે UIDPAN <10 નંબરનો પાન નંબર નાખી આપવામાં આવેલ નંબર પર મોકલવાનો રહેશે.
પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક છે તે નહીં તે આ રીતે તપાસો

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક છે તે નહીં તે આ રીતે તપાસો

આવકવેરા વિભાગની વેબસાઇટ દ્વારા તમે તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થયેલુ છે કે નહીં તે તપાસી શકો છો. અહીં તમે તમારો પાન નંબર અને આધાર નંબર દાખલ કરશો એટલે વેબસાઇટ તમને જોડાણનું સ્ટેટસ જણાવશે. સૌથી મોટી વાત એ કે આવતા એપ્રિલ મહિનાથી આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવા આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે.

પાન અને આધાર લિંક કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

પાન અને આધાર લિંક કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

  • પાન અને આધારને જોડતી વખતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારું નામ, લિંગ, જન્મ તારીખ બંને દસ્તાવેજો પર સમાન હોવા જોઈએ.
  • જો બન્નેમાં થોડો તફાવત હશે તો આધાર સાથે રજીસ્ટર થયેલ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.
  • જો પાન અને આધારમા વિગતોમાં મોટો ફેરફાર હશે તો પાન અને આધાર લિંક ફેઈલ થશે. આ કિસ્સામાં, તમારે આધાર અથવા પાનકાર્ડ બન્નેમાંથી એકની વિગતો બદલવી પડશે.

મોહમ્મદ શમીના ભાઇએ હસીન જહાં વિરૂદ્ધના આપ્યા પુરાવા, સમિતિ કરશે તપાસમોહમ્મદ શમીના ભાઇએ હસીન જહાં વિરૂદ્ધના આપ્યા પુરાવા, સમિતિ કરશે તપાસ

English summary
last date of linking pan with adhar in 31st December 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X