For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : LIC E Term પ્લાનના ખાસ આકર્ષણો અને ફાયદા

|
Google Oneindia Gujarati News

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનો ઇ ટર્મ પ્લાન (LIC E Term plan) તાજેતરમાં રજૂ થયો છે. આ પ્લાનના નામ પરથી જ એમ લાગે છે કે તે એલઆઇસી ઇન્ડિયાની ઓનલાઇન ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી હશે.

આ પોલિસી નેટ સાવી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ખાસ રીતે બનાવવામાં આવી છે. આ કારણે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોને કેટલાક ખાસ લાભ પણ મળે છે. અહીં એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે તે એન્ડોવમેન્ટ પ્લાન નથી અને માત્ર ટર્મ પ્લાન છે.

LIC E Term plan વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે ઓફ લાઇન પોલિસીઓની સરખામણીએ 32થી 35 ટકા સસ્તી છે. જો કે માર્જિનલી તે અન્યો કરતા મોંઘી છે.

આવો જોઇએ LIC E Term planના ખાસ આકર્ષણો...

ઓન લાઇન ખરીદી

ઓન લાઇન ખરીદી


LIC E Term planને www.licindia.in. પર ઓનલાઇન ખરીદી શકાય છે. તેને ઓફલાઇન ખરીદી શકાશે નહીં. અહીં મહત્વની નોંધવા જેવી બાબત એ છે કે તેમાં ત્રિ માસિક કે છ માસિક પેમેન્ટનો વિકલ્પ નથી. તેમાં માત્ર વાર્ષિક પેમેન્ટનો જ વિકલ્પ છે.

સ્મોકર અને નોન સ્મોકર માટે અલગ રેટ

સ્મોકર અને નોન સ્મોકર માટે અલગ રેટ


LIC E Term plan સ્મોકર્સ અને નોન સ્મોકર્સ માટે જુદા જુદા રેટ પ્લાન ધરાવે છે.

ટર્મ પોલિસી

ટર્મ પોલિસી


આ એક ટર્મ પોલિસી છે. જેનો અર્થ એ થયો કે તેનું જે પ્રિમિયમ ચૂકવવામાં આવે છે તે માત્ર લાઇફ કરવર કરે છે. તેમાં જીવિત હોય ત્યાં સુધી કોઇ રકમ મળતી નથી.

લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા

લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા


આ પોલિસી લેવાની લધુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 60 વર્ષ છે.

આ પોલિસી ખરીદી શકાય ખરી?

આ પોલિસી ખરીદી શકાય ખરી?


આ ઓનલાઇન પોલિસી હોવાથી અન્ય પોલિસી કરતા સસ્તી છે. જો કે એલઆઇસીની આ ટર્મ પોલિસી કરતા અન્ય કેટલીક સસ્તી પોલિસી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેનું પ્રિમિયમ એલઆઇસી કરતા પણ સસ્તું છે.જો કે જ્યારે દાવાની વાત આવે તો એલઆઇસી આજે પણ નંબર વન છે.

English summary
LIC E Term plan? A quick look at the features and benefits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X