For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : કરમુક્ત આવકો કેટલા પ્રકારની છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં કાયદામાં આપેલી મુક્તિ સિવાય મોટા ભાગની આવક કરપાત્ર છે. આમાંથી કેટલીક છુટ ટેક્સ ફાઇલિંગ કે ટેક્સ રિટર્ન સમયે આપવામાં આવે છે. તેમને ભારતમાં ઇન્કમટેક્સમાંથી મુક્તિ મળેલી છે.

ઇન્ક્મ ટેક્સ રિટર્ન ભરતા પહેલા વ્યક્તિને એ જાણકારી હોવી જરૂરી છે કે ભારતમાં કઇ કઇ આવક ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ કરમુક્ત છે, જેથી રિટર્નમાં તેનો ઉલ્લેખ કરી શકાય...

રિટાયર્નમેન્ટ કે ગ્રેજ્યુઇટી

રિટાયર્નમેન્ટ કે ગ્રેજ્યુઇટી


રિટાયર્નમેન્ટ કે ગ્રેજ્યુઇટી હેઠળ મળતી રકમ અથવા કર્મચારીના મૃત્યુ બાદ બાદ તેની પત્ની અને બાળકો કે તેમના પર નિર્ભર વ્યક્તિઓને મળતી રકમ કરમુક્ત છે.

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી


લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું બોનસ કે કોઇ પણ પ્રકારનો લાભ ઇન્કમ ટેક્સમાંથી મુક્ત છે.

વોલેન્ટરી રિટાયર્નમેન્ટ

વોલેન્ટરી રિટાયર્નમેન્ટ


વોલેન્ટરી રિટાયર્નમેન્ટ એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે મળતી રૂપિયા 5 લાખ સુધીની રકમ કરમુક્ત છે.

રિટ્રિચમેન્ટ

રિટ્રિચમેન્ટ


કંપની બંધ થતી હોય ત્યારે કંપનીએ અગાઉ નક્કી કર્યું હોય તેના કરતા ઓછી રકમ આપવામાં આવે ત્યારે તે રકમ પર કર લાગતો નથી.

એગ્રીકલ્ચર ઇન્કમ

એગ્રીકલ્ચર ઇન્કમ


કૃષિમાંથી થતી આવક કરમુક્ત છે. જો કે તેમાંથી બનતી અન્ય પેદાશો અને તેના વેચાણમાંથી થતી આવક પર કર લાગે છે.


પાર્ટનરશિપમાંથી આવક
ભાગીદારીમાંથી થતી આવક કે નુકસાન ઇન્કમ ટેક્સ એક્ટમાં કરપાત્ર નથી. તેને અલગથી દર્શાવવી પડે છે.

ટ્રાવેલ કન્શેસન

ટ્રાવેલ કન્શેસન


આપને આપના કુટુંબ સાથે રજા માણવા માટે કંપનીમાંથી મળતું ટ્રાવેલ કન્સેશન કરમુક્ત છે. આ લાભ ચાર વર્ષમાં બે વાર મળે છે.

લીવ ઇન્કમ

લીવ ઇન્કમ


જો પેઇડ લીવ રહેલી હોય તો 10 મહિના સુધીની રજાઓમાંથી થતી આવક કરમુક્ત છે. જો કે આ માટે દર વર્ષે આવી રજાઓ 30 દિવસથી વધારે સમયગાળાની હોવી જોઇએ નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને આ રજાઓ વળતર સ્વરૂપે નોકરીના અંતે મળે છે.

પ્રોવિડન્ડ ફંડ

પ્રોવિડન્ડ ફંડ


પ્રોવિડન્ડ ફંડ પેટે ચૂકવવામાં આવતી રકમ પણ કરમુક્ત છે.

સ્કોલરશિપ્સ
શિક્ષણ માટે મળતી શિષ્યવૃત્તિ કરમુક્ત છે.

English summary
A Quick Look at Various Non Taxable Income In India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X