For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે દેશભરમાં આ નવા નંબર પર થશે ગેસ સિલિન્ડરનુ બુકિંગ, જાણો LPG ગેસ બુક કરાવવાની રીત

1 નવેમ્બરથી ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ સહિત દેશભરમાં ગેસ સિલિન્ડરના બુકિંગ નંબરમાં ફેરફાર થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 1 નવેમ્બરથી ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ સહિત દેશભરમાં ગેસ સિલિન્ડરના બુકિંગ નંબરમાં ફેરફાર થઈ ગયો છે. હવે જો તમારે ફોન દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરનુ બુકિંગ કરવુ હોય તો નવા નંબર પર ફોન કરવાનો રહેશે. જૂનો નંબર 30 ઓક્ટોબરે રાતે 12 વાગ્યા પછી નિષ્ક્રિય થઈ ગયો છે. ઈન્ડિયન ઓઈલ તરફથી ગેસ સિલિન્ડરના બુકિંગ માટે નવો નંબર જારી કરી દેવામાં આવ્યો છે જે નંબર પર ફોન કરીને ઈંડેન ગેસ સિલિન્ડરના ગ્રાહકો એલપીજી સિલિન્ડરના રિફિંગ માટે બુકિંગ કરાવી શકે છે. ખાસ વાત એ છે કે આ નંબર દેશભરના ઈંડેન ગ્રાહકો માટે છે. આનો અર્થ એ કે તમે કોઈ પણ રાજ્યના કોઈ પણ શહેરમાં રહેતા હોય તો પણ આ નંબરે ફોન કરીને પોતાનુ સિલિન્ડર રિફિંગ બુક કરાવી શકો છે.

દેશભરના ગ્રાહકો માટે ગેસ બુકિંગનો નવો નંબર

દેશભરના ગ્રાહકો માટે ગેસ બુકિંગનો નવો નંબર

ઈંડેન ગેસ બુકિંગ નંબરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી ઓઈલ કંપનીએ ગેસ બુકિંગ માટે નવો નંબર જારી કરી દીધો. એલપીજી બુકિંગ માટે એક કૉમન નંબર જારી કર્યો. હવે દેશભરમાં ઈંડેન ગ્રાહકો 7718955555 નંબર પર પોન કરીને ગેસ રિફિંગ માટે બુકિંગ કરાવી શકે છે. મિનિસ્ટ્રીઑફ પેટ્રોલિયમ એન્ડ નેચર ગેસના જણાવ્યા મુજબ આ સુવિધા ગ્રાહકોના સપ્તાહના સાતે દિવસ અને 24 કલાક મળશે. હવે દેશભરના એલપીજી ગ્રાહકોને 7718955555 નંબર પર ફોન કરવાનો રહેશે.

કેવી રીતે કરશો ગેસ સિલિન્ડરનુ બુકિંગ

કેવી રીતે કરશો ગેસ સિલિન્ડરનુ બુકિંગ

આખા દેશમાં ઈંડેન ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે આ જ નંબર કામ કરશે. ગ્રાહકો SMS અને IVRS દ્વારા સરળતાથી ગેસ સિલિન્ડરનુ બુકિંગ કરાવી શકે છે. જો તમે એક ટેલીકૉમ સર્કલથી બીજા ટેલીકૉમ સર્કલમાં જાવ તો પણ આ નંબર કામ કરશે અને આ નંબરથી બુકિંગ થશે. આના માટે ગ્રાહકોએ બસ પોતાના રજિસ્ટર મોબાઈલ નંબરથી આ નંબરે ફોન કરવાનો રહેશે.

આ રીતે કરો ગેસ સિલિન્ડરનુ બુકિંગ

આ રીતે કરો ગેસ સિલિન્ડરનુ બુકિંગ

તમારે ઈંડેન ગેસ સિલિન્ડરના બુકિંગ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર 7718955555 પર ફોન કરવાનો રહેશે. જ્યાં 16 ડિજિટનો કસ્ટમર આઈડી એન્ટર કરવો. કસ્ટમર આઈડી ભર્યા બાદ બુકિંગ કન્ફર્મેશનની માહિતી આપવામાં આવશે. ઓઈલ કંપની તરફથી કન્ફર્મેશન બાદ તમારુ બુકિંગ સ્વીકારી લેવામાં આવશે. જો તમારી પાસે તમારો રજિસ્ટર્ડ ફોન નંબર ન હોય તો તમારે આ ફોન નંબર પર 16 આંકડાનુ કસ્ટમર આઈડી ભરવાનુ રહેશે. ત્યારબાદ ગેસ કંપની તરફથી બુકિંગ કન્ફર્મેશન આવી જશે.

બકરા વિના મનાવાશે બકરી ઈદ, ત્યારે થશે ફટાકડા વિનાની દિવાળીબકરા વિના મનાવાશે બકરી ઈદ, ત્યારે થશે ફટાકડા વિનાની દિવાળી

English summary
LPG Gas booking common phone number is changed, Know how to book.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X