For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્ટો 800નું નવું મૉડલ ટૂંક સમયમાં લૉન્ચ કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

maruti suzuki
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: મારૂતિ સુઝુકીનું 800 સીસીવાળું નવું મૉડલ જલ્દી બજારમાં ઉતારવવામાં આવશે. મીડિયા રિપોર્ટોના અનુસાર આ નવા મૉડલના અલ્ટો-800 હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 800 સીસીવાળું આ મૉડલ ઘણી ખૂબીઓ સાથે ટેકનીકલ રીતે સમકક્ષ મૉડલો કરતાં ઘણું સારું હશે. આ મૉડલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇંઘણનો ઓછો વપરાશ થશે. આ મૉડલની કિંમત 2 થી 2.5 લાખની આસપાસ બતાવવામાં આવી રહી છે.

વ્યાજબી ભાવ બનાવી રાખવા માટે અલ્ટોના એન્જીન અને પ્લેટફોર્મ પર આ મૉડલને વિકસાવવામાં આવ્યું છે. કંપનીના અલ્ટો-800નું એક્સટીરિયરને એકદમ બદલી દેવામાં આવ્યું છે. તેના ઇન્ટેરિયરમાં પણ ઘણા ચેન્જ કરવામાં આવ્યા છે. ડેશબોર્ડને પહેલાંથી જ આકર્ષિત બનાવવામાં આવ્યા છે. અલ્ટો-800ની લંબાઇ જૂના મૉડલથી વધુ છે. જેના કારણે કારની અંદર બેસવા માટે પહેલાં કરતાં વધુ જગ્યા થઇ ગઇ છે. કંપની કેટલાક તબક્કામાં આ મૉડલનું ઉત્પાદનનું પરિક્ષણ કરી ચૂકી છે.

મારૂતિના નવા મૉડલને લઇને બજારમાં ઘણી ઉત્સુકતા છે. કંપનીને આશા છે કે જૂની અલ્ટોની જગ્યાએ નવા મૉડલને રજૂ કરાતાં તેના વેચાણમાં વધારો થશે. માનવામાં આવે છે નવરાત્રિ અને દિવાળીના કારણે કંપની આ મૉડલને જલ્દીમાં જલ્દી બજારમાં ઉતારવા માટે તૈયારી કરી રહી છે.

English summary
India's largest car maker Maruti Suzuki IndiaBSE 2.37 % is looking to regain lost ground in the small car segment with the launch of a completely new version of its erstwhile best selling model Alto.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X