For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'માઇક્રોમેક્સ'ના માલિકની 'લાંચ' આપવા બદલ ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓગસ્ટ : સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ ભારતની મોબાઇલ ફોન બનાવનારી કંપની માઇક્રોમેક્સના માલિકોની લાંચ આપવા બદલ ધરપકડ કરી છે. માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સના માલિક રાજેશ અગ્રવાલ અને મનીષ તુલીએ દિલ્હી નગર નિગમના એન્જિનીયરોને એક બેંક્વેટ હોલ બનાવવાની મંજૂરી આપવા માટે રૂપિયા 30 લાખની લાંચ આપતા પકડી લેવામાં આવ્યા છે.

સીબીઆઇ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એક પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે સીબીઆઇએ ગુડગાંવની એક ખાનગી કંપનીના માલિક અને તેના પાર્ટનર પાસેથી લાંચ તરીકે રૂપિયા 30 લાખ માંગવા અને લેવા માટે દિલ્હી નગર નિગમ (એમસીડી)ના ત્રણ અને દિલ્હી વિકાસ પ્રાધિકરણ (ડીડીએ)ના એક અધિકારીની ધરપકડ કરી છે. આ ઉપરાંત કંપનીના માલિક અને પાર્ટનરની પણ લાંચ આપવા બદલ સીબીઆઇએ ધરપકડ કરી છે.

rajesh-agrawal-micromax

સીબીઆઇને માહિતી મળી હતી કે એમસીડીના આરોપી અધિકારીઓએ બંને પક્ષો વચ્ચે નક્કી થયેલી રૂપિયા 50 લાખની ડીલમાંથી રૂપિયા 30 લાખ લેવા માટે કંપનીના માલિકને એક જગ્યાએ બોલાવ્યા હતા. માહિતીના આધારે તપાસ એજન્સી પણ એ સ્થળે પહોંચી હતી. આ સાથે જ લાંચની લેણ દેણ કરનારા લોકોને રંગાયેલા હાથે પકડી પાડ્યા હતા.

સીબીઆઇએ બુધવારે 15 જગ્યાએ તપાસ પણ કરી હતી. એમસીડીના એક અગ્રણી એન્જિનીયરના ઘરની તપાસમાં સીબીઆઇને રૂપિયા 40 લાખ મળ્યા જ્યારે ધરપકડ કરવામાં આવેલા એમસીડીના એક અધિકારીના ઘરમાંથી રૂપિયા 30 લાખ રોકડા અને ઘરેણા મળી આવ્યા હતા.

આ કેસની તપાસ ચાલી રહી છે. આ મુદ્દે માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સના પ્રવક્તાનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવેલી બંને વ્યક્તિઓના વ્યક્તિગત વર્તનથી કંપનીને કોઇ લેવા દેવા નથી.

English summary
Micromax owner arrested for giving 'bribe'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X