મોંધી બની શકે છે મોબાઇલ વાતચીત કરવી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: અનેક મોબાઇલ કંપનીઓએ સ્પષ્ટ કરી દિધું છે કે મોબાઇલ ફોનના દરમાં વધારવાની છે. આગામી દિવસોમાં ગ્રાહકોને આપવામાં આવતી વિભિન્ન છૂટ અને રાહતમાં કાપ કરવામાં આવશે.

ટેલિકોમ કંપનીઓએ તાજેતરમાં જ હરાજીમાં ઉંચી બોલી લગાવીને સ્ટેક્ટ્રમ ખરીદ્યું છે, જેથી ભાવમાં સંભવિત વધારાનું કારણ બતાવવામાં આવે છે. વોડાફોનના સીઇઓ માર્ટી પીટર્સે કહ્યું હતું કે ટેલિકોમ ઉદ્યોગ માટે સમય આવી ગયો છે કે જ્યારે તેને પોતાના વેપારને ટકાવી રાખવા માટે દર વર્ષે ભાવમાં વધારો કરવાની જરૂરિયાત હશે.

તેમને કહ્યું હતું કે કેટલાક અન્ય કારણોથી સ્પેક્ટ્રમ હરાજીથી આગામી કેટલાક વર્ષોમાં મોબાઇલ ટેલિકોમ ઉદ્યોગની સ્થિતી ખરાબ થવાની આશંકા છે. તેમણે કહ્યું હતું કે આ ઉદ્યોગ 2010ની હરાજીમાં થયેલી મનમાની બહાર આવ્યો નથી. પીટર્સે કહ્યું હતું કે 18 વર્ષ સુધી અમે ભાવ ઘટાડ્યા, આવું કાયમ માટે રહી ન શકે. અમારું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે જ્યારે પડતર કિંમતના આધારે દર વર્ષે ભાવ વધારવા જોઇએ.

mobile

તાજેતરમાં જ થયેલી સ્પેક્ટ્રમ હરાજીમાં સરકારને 61,162 રૂપિયા મળશે, જે સરકારના લક્ષ્યથી વધારે છે. હરાજીમાં આઠ ટેલિકોમ કંપનીઓએ ભાગ લીધો અને બોલી લગાવનાર મુખ્ય કંપનીઓમાં વોડાફોન, ભારતીય એરટેલ, રિલાયન્સ જિયો અને આઇડિયા સેલ્યૂલર હતી. પીટર્સે કહ્યું હતું કે ઉદ્યોગ પણ 2010ની હરાજીમાં કરવામાં આવેલી અતિથી બહાર આવ્યો નથી અને આ હરાજીમાં અન્ય સાથે ભેળવી દેવામાં આવે તો આશંકા છે કે આગામી કેટલાક વર્ષોમાં ઉદ્યોગની સ્થિતી ખરાબ રહેશે.

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને ટોકટાઇમ વગેરેના રૂપમાં આપવામાં આવતી રાહતોમાં કાપ મૂકી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે આ ક્રમ ચાલુ રહેશે, કારણ કે તેમને તાજેતરમાં સ્પેક્ટ્રમ ખરીદી માટે ચુકવણી કરવી પડી છે. ભારતીય એરટેલ ઇન્ડિયાના સંયુક્ત મેનેજમેન્ટ નિર્દેશક ગોપાલ વિઠ્ઠલે ડિસેમ્બર ત્રિમાસીક પરિણામ કહ્યું હતું કે મિનિટોમાં આપવામાં આવતી છૂટ અને કોલ દરમાં વધારાની શક્યતા છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયના મહાનિર્દેશક રાજન એસ મૈથ્યૂએ કહ્યું હતું કે દરમાં વધારા વિશે હજુ ટિપ્પણી કરવી ઉતાવળ હશે પરંતુ ડેટા દરમાં વધારો તથા છૂટછાટમાં કાપનું દબાણ રહેશે.

English summary
Mobile phone tariffs are set to increase and freebies and discounts likely to be further brought down, leading mobile service providers made it clear on Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.